Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ફ્રાન્સે સેનેગલને ૩-૧થી હરાવ્યું, બે ગોલ સાથે એમ્બાપ્પેએ રચ્યો ઇતિહાસ

ફ્રાન્સે સેનેગલને ૩-૧થી હરાવ્યું, બે ગોલ સાથે એમ્બાપ્પેએ રચ્યો ઇતિહાસ

Published : 18 June, 2026 02:32 PM | IST | France
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફુટબૉલ વર્લ્ડ કપમાં ગઈ કાલે વહેલી સવારે ૧૯૯૮ અને ૨૦૧૮ના ચૅમ્પિયન ફ્રાન્સે એની પ્રથમ મૅચમાં સેનેગલને ૩-૦થી હરાવીને શાનદાર શરૂઆત કરી હતી

કિલિયન એમ્બાપ્પે

કિલિયન એમ્બાપ્પે


ફુટબૉલ વર્લ્ડ કપમાં ગઈ કાલે વહેલી સવારે ૧૯૯૮ અને ૨૦૧૮ના ચૅમ્પિયન ફ્રાન્સે એની પ્રથમ મૅચમાં સેનેગલને ૩-૦થી હરાવીને શાનદાર શરૂઆત કરી હતી. ફ્રાન્સના કૅપ્ટન અને સુપરસ્ટાર ખેલાડી કિલિયન એમ્બાપ્પે આ જીતનો હીરો રહ્યો હતો. ફ્રાન્સના ત્રણ ગોલમાંથી બે ગોલ  એમ્બાપ્પેએ કર્યા હતા. આ ગોલ સાથે એમ્બાપ્પેએ ઇતિહાસ રચી દીધો હતો 

ફ્રાન્સનો નંબર વન પ્લેયર
સેનેગલ સાથે ૬૬મી અને એક્સ્ટ્રા ઇન્જરી ટાઇમમાં કરેલા ગોલ સાથે ફુટબૉલ વર્લ્ડ કપમાં એમ્બાપ્પેના કુલ ગોલની સંખ્યા ૧૪ થઈ ગઈ હતી. આ સાથે ફ્રાન્સ વતી સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બની ગયો હતો. તેણે જસ્ટ ફોન્ટેન (૧૩ ગોલ)ને પાછળ રાખી દીધો હતો. વર્લ્ડ કપમાં ૧૪ ગોલ ફટકારનાર એમ્બાપ્પે યંગેસ્ટ ખેલાડી પણ બની ગયો હતો. 



વર્લ્ડ કપમાં થર્ડ-હાઇએસ્ટ ગોલ
ત્રીજો વર્લ્ડ કપ રમી રહેલા ૨૭ વર્ષના એમ્બાપ્પેના ૧૪ ગોલ એ ફુટબૉલ વર્લ્ડ કપમાં સંયુક્ત રીતે થર્ડ હાઇએસ્ટ છે. જર્મનીનો મિરોસ્લાવ ક્લોઝ અને આર્જેન્ટિનાનો લીઅનલ મેસી ૧૬ ગોલ સાથે ટૉપમાં છે, જ્યારે બ્રાઝિલનો રોનાલ્ડો ૧૫ ગોલ સાથે બીજા નંબરે છે. એમ્બાપ્પે અને જર્મનીના ગર્ડ મુલર ૧૪ ગોલ સાથે ત્રીજા સ્થાને છે. 


૨૦૧૮માં પ્રથમ વર્લ્ડ કપમાં ૪ ગોલ સાથે એમ્બાપ્પેએ ફ્રાન્સને ચૅમ્પિયન બનાવવામાં મહત્ત્વનો રોલ ભજવ્યો હતો, જ્યારે ૨૦૨૨માં ૮ ગોલ સાથે ટીમને ફરી ફાઇનલમાં પહોંચાડી હતી પણ આર્જેન્ટિના સામે હાર જોવી પડી હતી. એમ્બાપ્પેએ એ વર્ષે સેકન્ડ બેસ્ટ ખેલાડી તરીકે સિલ્વર બૉલનો અવૉર્ડ પણ જીત્યો હતો. 
એમ્બાપ્પે હાલ તેના સર્વશ્રેષ્ઠ ફૉર્મમાં છે અને છેલ્લી સીઝનમાં રિયલ મેડ્રિડ વતી તેણે પચીસ ગોલ કર્યા હતા.

૩૬ વર્ષ બાદ વર્લ્ડ કપમાં જીત્યું ઑસ્ટ્રિયા


ફુટબૉલ વર્લ્ડ કપમાં ગઈ કાલે ગ્રુપ Jમાં ઑસ્ટ્રિયાએ જોર્ડનને ૩-૧થી માત આપી હતી. પહેલી વાર રમી રહેલા જૉર્ડન સામેની આ જીત ઑસ્ટ્રિયાની વર્લ્ડ કપમાં ૩૬ વર્ષ બાદ મેળવેલી જીત હતી. છેલ્લે તેઓ ૧૯૯૦માં USA સામે ૨-૧થી જીત્યા હતા. છેલ્લા ૬ વર્લ્ડ કપથી તો ઑસ્ટ્રિયા ક્વૉલિફાય પણ નહોતું થઈ શક્યું. 

નૉર્વેએ ઇરાકને ૪-૧થી પછાડ્યું
ગ્રુપ Iમાં નૉર્વેએ ઇરાકને ૪-૧થી કચડી નાખ્યું હતું. ૨૮ વર્ષ બાદ વર્લ્ડ કપમાં રમી રહેલા નૉર્વેએ અર્લિંગ હાલૅન્ડના શાનદાર બે ગોલની મદદથી આ જીત મેળવી હતી. હાલૅન્ડ પ્રથમ વાર વર્લ્ડ કપમાં રમી રહ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

18 June, 2026 02:32 PM IST | France | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK