Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > નીરજ ચોપડા ઇન્જરીને કારણે ૨૦૨૬ની સીઝનમાંથી આઉટ

નીરજ ચોપડા ઇન્જરીને કારણે ૨૦૨૬ની સીઝનમાંથી આઉટ

Published : 30 August, 2026 10:01 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડાયમંડ લીગ ફાઇનલ અને એશિયન ગેમ્સમાં ભારતની આશાને મોટો ફ્ટકો પડ્યો

નીરજ ચોપડા

નીરજ ચોપડા


૨૮ વર્ષના જૅવલિન થ્રોઅર નીરજ ચોપડાએ ગઈ કાલે ચોંકાવનારી જાહેરાત કરી હતી. નીરજ ચોપડાએ પુષ્ટિ આપી હતી કે તે ઇન્જરીને કારણે આગામી ડાયમંડ લીગ ફાઇનલ અને એશિયન ગેમ્સમાં ભાગ નહીં લઈ શકશે.
નીરજ ચોપડાએ ગઈ કાલે સોશ્યલ મીડિયા પર શૅર કરેલા નિવેદનમાં લખ્યું હતું કે ‘ઘણી મહેનત પછી મને આખરે એ ગતિ મળી રહી હતી જે હું શોધી રહ્યો હતો. મેં લોઝાનમાં મારો સીઝનનો શ્રેષ્ઠ થ્રો હાંસલ કર્યો હતો. કમનસીબે એના થોડા સમય પછી તાલીમ દરમ્યાન મારા પગની ઘૂંટીમાં લિગામેન્ટ ફાટી ગયું. મારા ડૉક્ટર અને ટીમ સાથે ચર્ચા કર્યા પછી અમે નક્કી કર્યું છે કે હું આ સીઝનના બાકીના સમય માટે ભાગ લઈશ નહીં.’ 
નીરજ ચોપડા ૨૦૧૮ અને ૨૦૨૨ની એશિયન ગેમ્સ સહિત ૨૦૨૨ની ડાયમંડ લીગ ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

30 August, 2026 10:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK