° °

આજનું ઇ-પેપર
Sunday, 26 June, 2022


ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો રમત જગતના સમાચાર

17 May, 2022 02:29 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમારું હનીમૂન રણજી ટ્રોફીમાં : અરુણ લાલની પત્ની બુલબુલ સાહા; ફ્રાન્સના ફુટબોલર કીલિયાન ઍમ્બેપ્પેની અવૉર્ડની હૅટ-ટ્રિક

નંબર-વન ઇગા હવે સેરેનાની બરાબરીમાં : મહિલા ટેનિસની વર્લ્ડ નંબર-વન ઇગા સ્વાનટેકે ત્રણ દિવસ પહેલાં લાગલગાટ ૨૭મી મૅચ જીતીને સેરેના વિલિયમ્સની બરાબરી કરી હતી, પરંતુ રવિવારે ઇગાએ ઇટાલિયન ઓપનની ફાઇનલ જીતીને સતત ૨૮મા વિજય સાથે સેરેનાના રેકૉર્ડને પાર કરી લીધો હતો. અે ચૅમ્પિયનપદ સાથે ઇગાએ સતત પાંચ ડબ્લ્યુટીએ ટાઇટલ જીતવાના સેરેનાના રેકૉર્ડની બરાબરી કરી હતી. ઇગા હવે વધુ એક ટાઇટલ જીતશે એટલે સતત છ ટ્રોફી જીતવાના વીનસ વિલિયમ્સ તથા જસ્ટિન હેનિનના વિશ્વવિક્રમની બરાબરી કરી લેશે.

નંબર-વન ઇગા હવે સેરેનાની બરાબરીમાં : મહિલા ટેનિસની વર્લ્ડ નંબર-વન ઇગા સ્વાનટેકે ત્રણ દિવસ પહેલાં લાગલગાટ ૨૭મી મૅચ જીતીને સેરેના વિલિયમ્સની બરાબરી કરી હતી, પરંતુ રવિવારે ઇગાએ ઇટાલિયન ઓપનની ફાઇનલ જીતીને સતત ૨૮મા વિજય સાથે સેરેનાના રેકૉર્ડને પાર કરી લીધો હતો. અે ચૅમ્પિયનપદ સાથે ઇગાએ સતત પાંચ ડબ્લ્યુટીએ ટાઇટલ જીતવાના સેરેનાના રેકૉર્ડની બરાબરી કરી હતી. ઇગા હવે વધુ એક ટાઇટલ જીતશે એટલે સતત છ ટ્રોફી જીતવાના વીનસ વિલિયમ્સ તથા જસ્ટિન હેનિનના વિશ્વવિક્રમની બરાબરી કરી લેશે.

અમારું હનીમૂન રણજી ટ્રોફીમાં : અરુણ લાલની પત્ની બુલબુલ સાહા

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને બેંગાલ રણજી ક્રિકેટ ટીમના હેડ-કોચ અરુણ લાલે તાજેતરમાં ૬૬ વર્ષની ઉંમરે ૩૮ વર્ષની બુલબુલ સાહા સાથે લગ્ન કરીને આશ્ચર્ય ફેલાવ્યું ત્યાર બાદ એ યુગલે વધુ એક નવાઈ પમાડનારી વાત કરી છે. લગ્ન પછી આ યુગલે પત્રકારોને દરેક સવાલના જવાબ આપ્યા છે અને એમાંના એક સવાલથી તેઓ જરાય નારાજ નહોતાં થયાં. એક પત્રકારે તેમને પૂછ્યું કે તમે હનીમૂન માટે ક્યાં જશો? એના જવાબમાં અરુણ લાલે કહ્યું, ‘રણજી ટ્રોફી અમારું હનીમૂન બનશે. ૪થી ૮ જૂન દરમ્યાન બૅન્ગલોરમાં ઝારખંડ વિરુદ્ધ બેંગાલની ક્વૉર્ટર ફાઇનલ રમાશે.’ બીજાં લગ્ન કરનાર અરુણ લાલનો કહેવાનો અર્થ એ હશે કે તેઓ બેંગાલની ટીમને કોચિંગ આપવામાં વ્યસ્ત હશે અને બેંગાલની ટીમ મૅચ રમતી હશે ત્યારે અરુણ લાલની પત્ની બુલબુલ સ્ટૅન્ડમાં બેસીને બેંગાલની ટીમને ચિયર-અપ કરતી હશે.

 

ફ્રાન્સના ફુટબોલર કીલિયાન ઍમ્બેપ્પેની અવૉર્ડની હૅટ-ટ્રિક

ફ્રાન્સના ફુટબોલર કીલિયાન ઍમ્બેપ્પેએ રવિવારે સતત ત્રીજા વર્ષે ફ્રેન્ચ લીગનો બેસ્ટ પ્લેયર અવૉર્ડ જીતી લીધો હતો. ૨૦૨૨ના આ પુરસ્કાર પહેલાં તે ૨૦૨૧માં અને ૨૦૧૯માં આ અવૉર્ડથી સન્માનિત થયો હતો. ૨૦૨૦માં કોરોના વાઇરસની મહામારીને કારણે અવૉર્ડ કોઈને અપાયો નહોતો. રવિવારનો અવૉર્ડ તેને આ વખતની લીગમાં સૌથી વધુ પચીસ ગોલ બદલ અપાયો છે. ૨૩ વર્ષનો આ ફ્રેન્ચ સ્ટાર પૅરિસ સેન્ટ-જર્મેઇન (પીએસજી) ટીમમાં છે અને તેણે એના વતી સૌથી વધુ ગોલ કર્યા છે. જોકે આવતા મહિને તે રિયલ મૅડ્રિડ ટીમમાં કરીમ બેન્ઝેમા સાથે જોડાઈ રહ્યો છે.

17 May, 2022 02:29 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

અન્ય સ્પોર્ટ્સ

આર્ચરી વર્લ્ડ કપમાં ભારતીય જોડી જીતી ગોલ્ડ

સ્ટેજ ૩ એડિશનમાં અભિ​ષેક વર્મા અને જ્યોતિ સુરેખા વેનમે અનુભવી ફ્રેન્ચ હરીફ જીન બૉલ્ચ અને ઑલિમ્પિકમાં મેડલ જીતનાર ૪૮ વર્ષના સોફી ડોડેમોન્ટને ૧૫૨-૧૪૯થી હરાવ્યાં હતાં

26 June, 2022 12:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

ન્યુઝ શોર્ટમાં: એશિયન ગેમ્સ અને વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં રમવા માગે છે પહેલવાન બજરંગ

ચિલી સામે હારી ભારતીય મહિલા ફુટબૉલ ટીમ અને વધુ સમાચાર

26 June, 2022 11:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

જેહાન હવે F1 માટે સુપર લાઇસન્સ મેળવી શકશે

F2 કાર રેસ F1થી એક લેવલ નીચે ગણાય છે અને જેહાન હાલમાં ઇટલીમાં F2 રેસમાં ભાગ લઈ રહ્યો છે. જોકે થોડા સમયમાં તે F1માં જોવા મળશે.

25 June, 2022 05:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK