Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > નોવાક જૉકોવિચે યંગ ફૅન્સને આકર્ષવા માટે ટૂંકી આક્રમક ટેનિસ-મૅચોની હિમાયત કરી

નોવાક જૉકોવિચે યંગ ફૅન્સને આકર્ષવા માટે ટૂંકી આક્રમક ટેનિસ-મૅચોની હિમાયત કરી

Published : 01 July, 2026 04:23 PM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક ટેનિસ-મૅચ લગભ બેથી ૪ કલાક સુધી ચાલે છે

નોવાક જૉકોવિચ

નોવાક જૉકોવિચ


વિશ્વના આઠમા ક્રમાંકિત નોવાક જૉકોવિચે વિમ્બલ્ડન ટેનિસ ગ્રૅન્ડ સ્લૅમની શરૂઆતમાં ટેનિસના ફૉર્મેટમાં ફેરફાર માટે મોટું નિવેદન આપ્યું. સર્બિયાના નોવાક જૉકોવિચે ચીનના વૂ યિબિંગ સામે ૬-૪, ૫-૭, ૬-૪, ૬-૪થી જીત નોંધાવીને બીજા રાઉન્ડમાં એન્ટ્રી કરી છે.

ટેનિસ સંચાલક મંડળોને સૂચન આપતાં ૩૯ વર્ષના નોવાક જૉકોવિચે કહ્યું કે ‘આપણે ફૉર્મેટ અને ટૂરમાં ફેરફાર કરવાની જરૂર છે. ટુર્નામેન્ટમાં ટૂંકી અને વધુ ઉત્તેજક મૅચો હોય એવું કંઈક કરવાની જરૂર છે. કારણ કે વર્તમાન મૅચો ખૂબ લાંબી છે.’



એક ટેનિસ-મૅચ લગભ બેથી ૪ કલાક સુધી ચાલે છે.


જપાની શૈલીનો કિમોનો પહેરીને ટેનિસ રમવા આવી નાઓમી ઓસાકા


ઑલ ઇંગ્લૅન્ડ લૉન ટેનિસ ઍન્ડ ક્રોકે ક્લબમાં આયોજિત વિમ્બલ્ડન 2026ના પહેલા દિવસે જપાનની ટેનિસ-સ્ટાર નાઓમી ઓસાકા છવાઈ ગઈ હતી. તે જપાનની પરંપરાગત શૈલીનો ઑલ-વાઇટ કિમોનો-સ્ટાઇલ આઉટફિટ પહેરીને ગ્રાસ કોર્ટ પર પહોંચી હતી. મૅચના વૉર્મ-અપ સુધી તે આ જ ડ્રેસમાં જોવા મળી હતી. તેણે ફ્રાન્સની ઇલ્સા જૅમકો સામે ૬-૧, ૭-૫થી જીત મેળવી હતી.

Whatsapp-channel Whatsapp-channel

01 July, 2026 04:23 PM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK