Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > નોવાક જૉકોવિચ સાતમી વખત પહોંચ્યો ચાઇના ઓપનની ફાઇનલમાં

નોવાક જૉકોવિચ સાતમી વખત પહોંચ્યો ચાઇના ઓપનની ફાઇનલમાં

Published : 06 October, 2026 07:02 PM | IST | China
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દર્શક તરફ બૉલ મારવાને કારણે હરીફ ડૅનિયલ મેદવેદેવે ખસી જવું પડ્યું, ૨૪ ગ્રૅન્ડ સ્લૅમ વિજેતા નોવાક જૉકોવિચ સાતમી વખત ચાઇના ઓપન મેન્સ સિંગલ્સની ફાઇનલમાં પહોંચ્યો છે.

નોવાક જૉકોવિચ સાતમી વખત પહોંચ્યો ચાઇના ઓપનની ફાઇનલમાં

નોવાક જૉકોવિચ સાતમી વખત પહોંચ્યો ચાઇના ઓપનની ફાઇનલમાં


૨૪ ગ્રૅન્ડ સ્લૅમ વિજેતા નોવાક જૉકોવિચ સાતમી વખત ચાઇના ઓપન મેન્સ સિંગલ્સની ફાઇનલમાં પહોંચ્યો છે. ગઈ કાલે સેમી-ફાઇનલમાં નોવાક જૉકોવિચની ૭-૫, ૫-૩ના સ્કોરની લીડ દરમ્યાન હરીફ ડૅનિયલ મેદવેદેવે એક મોટી ભૂલ કરી હતી. 
બીજા સેટ દરમ્યાન ગુસ્સામાં આવીને ડૅનિયલ મેદવેદેવે પાછળની દીવાલ પાસેથી અથડાઈને આવેલા બૉલને સ્વિંગ કરતાં સ્ટેડિયમની આગળની હરોળમાં એક માણસના ચહેરા પર બૉલ વાગ્યો. ઘાયલ થયેલા એ દર્શકને સારવાર માટે બહાર લઈ જવો પડ્યો હતો. ચૅર-અમ્પાયર અને ટુર્નામેન્ટ સુપરવાઇઝર વચ્ચે ટૂંકી વાતચીત પછી આ હરકત બદલ રશિયાના ડૅનિયલ મેદવેદેવને ડિસ્કવૉલિફાય જાહેર કરવામાં આવ્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

06 October, 2026 07:02 PM IST | China | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK