જૉકોવિચે હાર્ડ કોર્ટ પર પોતાનો ૭૨મો ખિતાબ જીતીને રૉજર ફેડરરનો રેકૉર્ડ પણ તોડ્યો હતો.
ટી-શર્ટ ફાડીને ચૅમ્પિયન બનવાની ઉજવણી કરી હતી નોવાક જૉકોવિચે
ગ્રીસમાં આયોજિત હેલેનિક ચૅમ્પિયનશિપમાં જીતીને નોવાક જૉકોવિચે પોતાનું ૧૦૧મું ATP ટાઇટલ પોતાને નામે કર્યું છે. અસોસિએશન ઑફ ટેનિસ પ્રોફેશનલ્સ (ATP)ની ટુર્નામેન્ટમાં ૧૦૧ સિંગલ્સ ટાઇટલ સાથે તે ત્રીજા ક્રમે છે. તેણે ફાઇનલમાં ઇટલીના લોરેન્ઝો મુસેટ્ટીને ૪-૬, ૬-૩, ૭-૫ થી હરાવ્યો હતો.

ADVERTISEMENT
જૉકોવિચે હાર્ડ કોર્ટ પર પોતાનો ૭૨મો ખિતાબ જીતીને રૉજર ફેડરરનો રેકૉર્ડ પણ તોડ્યો હતો. ૩૮ વર્ષ અને પાંચ મહિનાની ઉંમરે પણ તેણે એક સીઝનમાં ઓછામાં ઓછું એક ટાઇટલ જીતવાનો ૨૦ સીઝનનો રેકૉર્ડ જાળવી રાખ્યો છે. જીત બાદ તેણે ટી-શર્ટ ફાડીને ચૅમ્પિયન બનવાની ઉજવણી કરી હતી. ખભાની ઇન્જરીને કારણે તેણે ATP ફાઇનલ્સ ટુર્નામેન્ટમાંથી નામ તરત ખેંચવાની પણ જાહેરાત કરી હતી.


