Sunny Deol on Paparazzi: સવારે, જ્યારે ફોટોગ્રાફરો તેના જુહુ સ્થિત ઘરની બહાર ભેગા થયા, ત્યારે સની બહાર આવ્યો અને ગુસ્સાથી પૅપ્સને ઠપકો આપ્યો. હાથ જોડીને, તેણે તેમને ગાળ આપી અને ગુસ્સાથી કહ્યું, "તમને શરમ આવવી જોઈએ....`
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
બૉલિવુડના એક્શન હીરો સની દેઓલ પોતાના પિતાની સંભાળ રાખી રહ્યા છે. પરંતુ ગુરુવારે સવારે તેઓ ગુસ્સે ભરાયા. તેમના પિતા અને પીઢ અભિનેતા ધર્મેન્દ્રના ઘરની બહાર પાપારાઝીની ભીડ જોઈને તેમનો ગુસ્સો વધ્યો હતો અને તેમણે તેમને ગાળો આપવાનું શરૂ કર્યું. ૮૯ વર્ષીય ધર્મેન્દ્રને ૧૧ દિવસ પછી બુધવારે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. તેમનો આખો પરિવાર તેમની સંભાળ રાખી રહ્યો છે. પરંતુ પાપારાઝીઓની ભીડ અને તેમના સ્વસ્થ થવા દરમિયાન થયેલા હંગામાએ સનીની ધીરજ ખુટી ગઈ. તેમણે પાપારાઝીને ગાળ આપી અને પૂછ્યું, "તમને શરમ નથી આવતી?"
ધર્મેન્દ્ર હોસ્પિટલમાં આવ્યા ત્યારથી, આખો પરિવાર તેમના ઝડપી સ્વસ્થ થવા માટે તમામ પ્રયાસો કરી રહ્યો છે. ચાહકો અને જનતા પણ ધરમ પાજીની તબિયત કેવી છે તે જાણવા માટે ઉત્સુક છે. પરિવારે જણાવ્યું છે કે ધર્મેન્દ્ર સ્થિર છે. ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ઘરે પાછા ફર્યા ત્યારથી, તેમના જુહુના ઘરની બહાર ચાહકો અને પાપારાઝીઓની ભીડ જોવા મળી રહી છે. સની ભીડથી ગુસ્સે હતો.
ADVERTISEMENT
સનીએ શું કહ્યું?
સવારે, જ્યારે ફોટોગ્રાફરો તેના જુહુ સ્થિત ઘરની બહાર ભેગા થયા, ત્યારે સની બહાર આવ્યો અને ગુસ્સાથી પૅપ્સને ઠપકો આપ્યો. હાથ જોડીને, તેણે તેમને ગાળ આપી અને ગુસ્સાથી કહ્યું, "તમને શરમ આવવી જોઈએ. તમારા ઘરે માતા-પિતા છે... તમારા બાળકો છે. શું તમને શરમ નથી આવતી?" તેમની નારાજગી સ્પષ્ટ હતી, કારણ કે ધર્મેન્દ્રને સ્વસ્થ થવા માટે શાંતિપૂર્ણ વાતાવરણની જરૂર છે, અને પાપારાઝીનો ભીડ અને અવાજ પરિવારને ખલેલ પહોંચાડી રહ્યો છે. મીડિયા સાથે હંમેશા નમ્રતાથી વર્તે છે તે સની આ વખતે ભાવુક અને ગુસ્સે દેખાયો, કારણ કે તે તેના પિતાના સ્વાસ્થ્ય વિશે ખૂબ જ ચિંતિત છે.
View this post on Instagram
ફૅન્સે કર્યો સનીને સપોર્ટ
સનીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને ચાહકોએ પોતાનો સપોર્ટ વ્યક્ત કર્યો. ઘણા યુઝર્સે લખ્યું કે પાપારાઝીની સતત દખલગીરી દેઓલ પરિવારને પરેશાન કરી રહી છે. કેટલાકે સનીની પ્રશંસા કરતા કહ્યું કે તેણે યોગ્ય સમયે વાત કરી અને "બેઝિક હયુમેનિટી" ની માગ કરી. એક યુઝરે લખ્યું, "ધર્મેન્દ્રજીને આરામની જરૂર છે, પાપારાઝી થોડા વધુ સંવેદનશીલ હોવા જોઈએ." બીજાએ લખ્યું, "કોઈપણ ગુસ્સે થશે. સની પાજીએ યોગ્ય કામ કર્યું."
પરિવારે અગાઉ પ્રાઈવસી રાખવાની અપીલ કરી છે
દેઓલ પરિવારે અગાઉ ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય અને મૃત્યુ અંગેની અફવાઓ પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. ધર્મેન્દ્રની પુત્રી એશા દેઓલે પણ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, "મીડિયા ખોટા સમાચાર ફેલાવી રહ્યું છે. મારા પિતા સ્થિર છે અને સ્વસ્થ થઈ રહ્યા છે. અમે વિનંતી કરીએ છીએ કે અમારા પરિવારને પ્રાઈવાસી આપવામાં આવે."
ધર્મેન્દ્ર ૧૧ દિવસ પછી હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા
૮૯ વર્ષીય ધર્મેન્દ્રને થોડા દિવસ પહેલા નિયમિત તબીબી તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બુધવારે સવારે તેમને રજા આપવામાં આવી હતી અને તેઓ ડૉકટરોની દેખરેખ હેઠળ ઘરે જ તેમની સારવાર ચાલુ રાખશે. પરિવારે ચાહકોને ધર્મેન્દ્રના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરવા વિનંતી કરી છે.


