Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > પૅરા ઑલિમ્પિયન પ્રમોદ ભગતે ટાઇટલની હૅટ-ટ્રિક પૂરી કરી

પૅરા ઑલિમ્પિયન પ્રમોદ ભગતે ટાઇટલની હૅટ-ટ્રિક પૂરી કરી

26 February, 2024 07:55 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૩ ગોલ્ડ, ૪ સિલ્વર અને ૧૧ બ્રૉન્ઝ સાથે પૅરા બૅડ‍્મિન્ટન ચૅમ્પિયનશિપમાં ભારતીય ટીમ જીતી ૧૮ મેડલ

બૅડ્મિન્ટન વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભારતના ખેલાડીઓ

બૅડ્મિન્ટન વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભારતના ખેલાડીઓ


થાઇલૅન્ડના પટાયામાં ભારતના સુહાસ યથીરાજ, પ્રમોદ ભગત અને કૃષ્ણા નાગરે પૅરા બૅડ્મિન્ટન વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. ત્રણેય પુરુષોની સિંગલ્સ એસએલ4, એસએલ3 અને એસએચ6 ઇવેન્ટમાં અનુક્રમે ગોલ્ડ જીતવામાં સફળતા મળી છે. વિશ્વના ત્રીજા નંબરના યથિરાજ એસએલ4 ફાઇનલમાં ઇન્ડોનેશિયાના ફ્રેડી સેટિયાવાનને ૨૧-૧૮, ૨૧-૧૮થી હરાવીને પ્રથમ વિશ્વ ખિતાબ જીત્યો છે. ૩૫ વર્ષના પૅરાલિમ્પિક સુવર્ણચંદ્રક વિજેતા ભગતે ૨૦૧૫માં સ્ટૉક મેન્ડેવિલે અને ૨૦૧૯માં બેસલ પછી આ જીત સાથે ટાઇટલની હૅટ-ટ્રિક પૂરી કરી હતી. તે ૨૦૨૨ ટોક્યો પૅરાલિમ્પિકમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. એસએચ6 કૅટેગરીમાં, પૅરાલિમ્પિક સુવર્ણચંદ્રક વિજેતા કૃષ્ણા નાગર પણ મેન્સ સિંગલ્સની ફાઇનલમાં ચીનના લિન નીલીને ૨૨-૨૦, ૨૨-૨૦થી હરાવીને ચૅમ્પિયન બન્યો હતો. મહિલા સિંગલ્સ એસયુ5માં મનીષા રામદાસ ફાઇનલમાં ચીનની યાંગ ક્વી ઝિયાને ૧૬-૨૧, ૧૬-૨૧થી હરાવીને સિલ્વર મેડલ જીતી હતી. ૩ ગોલ્ડ, ૪ સિલ્વર અને ૧૧ બ્રૉન્ઝ સાથે ભારતીય ટીમ પૅરા બૅડ્મિન્ટન ચૅમ્પિયનશિપમાં ૧૮ મેડલ જીતી છે. 


Whatsapp-channel Whatsapp-channel

26 February, 2024 07:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK