બન્ને હાથ ન ધરાવતી તીરંદાજ શીતલદેવી બની વર્લ્ડ ચૅમ્પિયન
શીતલદેવી
સાઉથ કોરિયામાં આયોજિત પૅરા વર્લ્ડ આર્ચરી ચૅમ્પિયનશિપ 2025માં બન્ને હાથ ન ધરાવતી ભારતની આર્મલેસ તીરંદાજ શીતલદેવીએ ધમાલ મચાવી છે. તેણે વિમેન્સ કમ્પાઉન્ડ વ્યક્તિગત ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ, કમ્પાઉન્ડ વિમેન્સ ઓપન ટીમ ઇવેન્ટમાં સિલ્વર અને મિશ્ર ટીમ ઇવેન્ટમાં બ્રૉન્ઝ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. એકસાથે ત્રણ મેડલ જીતીને તે ફરી ચર્ચામાં આવી છે.
તેની સાથે મિશ્ર ટીમ ઇવેન્ટમાં જીતનાર તોમન કુમારે મેન્સની કમ્પાઉન્ડ વ્યક્તિગત ઇવેન્ટમાં પણ ટાઇટલ જીત્યું છે. જમ્મુ-કાશ્મીરની શીતલદેવીએ સરિતા વિહાર સાથે વિમેન્સ ઓપન ટીમ ઇવેન્ટમાં સિલ્વર જીત્યો હતો. ૧૮ વર્ષની આર્મલેસ તીરંદાજ શીતલદેવીએ વિમેન્સ કમ્પાઉન્ડ વ્યક્તિગત ઇવેન્ટમાં વિશ્વની નંબર-વન ટર્કીની પ્લેયર્સ સામે ફાઇનલમાં ૧૪૬-૧૪૩થી જીત મેળવી હતી.

