Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ઑસ્ટ્રેલિયન ઓપન બૅડ્‍મિન્ટનની સેમી-ફાઇનલમાં પહોંચી પી. વી. સિંધુ

ઑસ્ટ્રેલિયન ઓપન બૅડ્‍મિન્ટનની સેમી-ફાઇનલમાં પહોંચી પી. વી. સિંધુ

Published : 13 June, 2026 06:49 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિશ્વની નંબર ટેન ખેલાડી પી. વી. સિંધુએ સિડનીમાં ઑસ્ટ્રેલિયન ઓપનની સેમી-ફાઇનલમાં એન્ટ્રી મારી છે. મહિલા સિંગલ્સ ક્વૉર્ટર ફાઇનલ મૅચમાં તેણે માત્ર ૨૭ મિનિટમાં ચાઇનીઝ તાઇપેઇની ખેલાડી સામે ૨૧-૬, ૨૧-૯થી જીત મેળવી હતી.

ઑસ્ટ્રેલિયન ઓપન બૅડ્‍મિન્ટનની સેમી-ફાઇનલમાં પહોંચી પી. વી. સિંધુ

ઑસ્ટ્રેલિયન ઓપન બૅડ્‍મિન્ટનની સેમી-ફાઇનલમાં પહોંચી પી. વી. સિંધુ


વિશ્વની નંબર ટેન ખેલાડી પી. વી. સિંધુએ સિડનીમાં ઑસ્ટ્રેલિયન ઓપનની સેમી-ફાઇનલમાં એન્ટ્રી મારી છે. મહિલા સિંગલ્સ ક્વૉર્ટર ફાઇનલ મૅચમાં તેણે માત્ર ૨૭ મિનિટમાં ચાઇનીઝ તાઇપેઇની ખેલાડી સામે ૨૧-૬, ૨૧-૯થી જીત મેળવી હતી. આ વર્ષે તે માત્ર મલેશિયા ઓપનની સેમી-ફાઇનલ સુધી પહોંચી શકી હતી. 
ભારતની યંગ શટલર તન્વી શર્માને ક્વૉર્ટર ફાઇનલમાં હરાવનાર જપાનની અકાને યામાગુચી સામે પી. વી. સિંધુની સેમી-ફાઇનલની ટક્કર થશે. ત્રણ વખતની આ વર્લ્ડ ચૅમ્પિયન ખેલાડી સામે  પી. વી. સિંધુ ૨૯ મૅચમાંથી ૧૫ મૅચ જીતી છે. જોકે છેલ્લી પાંચ ટક્કરમાં અકાને યામાગુચી ચાર મૅચ જીતી છે. 


Whatsapp-channel Whatsapp-channel

13 June, 2026 06:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK