Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હળ જોતરનાર ખેડૂતપત્નીને સરકારે આપેલો બળદ તો બીમાર નીકળ્યો

હળ જોતરનાર ખેડૂતપત્નીને સરકારે આપેલો બળદ તો બીમાર નીકળ્યો

Published : 13 June, 2026 11:26 AM | IST | Latur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લાતુરના ખેડૂત પરિવારને આ વખતે મળશે તેમની પસંદગીનો બળદ

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં વીજળી પડવાથી બળદ ગુમાવ્યા બાદ પત્નીને હળે જોતરવા મજબૂર બનેલા ખેડૂત કાશીનાથ ગાયકવાડનો મામલો ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે. બે દિવસ પહેલાં જ સોશ્યલ મીડિયા પર વિડિયો વાઇરલ થયા બાદ સરકારે ત્વરિત કાર્યવાહી કરીને આ પરિવારને એક બળદ ભેટ આપ્યો હતો. જોકે આ બળદ ખેતીકામ માટે અક્ષમ સાબિત થતાં હવે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પોતે ફરી હસ્તક્ષેપ કરીને ખેડૂત દંપતીને બજારમાંથી તેમની જ પસંદગીનો બીજો નવો અને તંદુરસ્ત બળદ ખરીદી આપવાનો આદેશ આપ્યો છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે આ વિશેની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે મેં લાતુરના જિલ્લા-કલેક્ટરને સૂચના આપી છે કે તેઓ પોતે ખેડૂત દંપતીને પશુબજારમાં લઈ જાય અને તેમને જે બળદ ગમે એ સરકારી ખર્ચે ખરીદી આપે.


Whatsapp-channel Whatsapp-channel

13 June, 2026 11:26 AM IST | Latur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK