ભારતના વિકેટકીપર-બૅટર સંજુ સૅમસનને ક્રિકેટ બાદ ફુટબૉલની રમત સૌથી વધુ પ્રિય છે
ઇંગ્લિશ પ્રીમિયર લીગની ટ્રોફી સાથે સંજુ સૅમસન
ભારતના વિકેટકીપર-બૅટર સંજુ સૅમસનને ક્રિકેટ બાદ ફુટબૉલની રમત સૌથી વધુ પ્રિય છે. તે ઘણી વખત ફુટબૉલના મેદાન પર ધમાલ મચાવતો જોવા મળ્યો છે. લોકપ્રિય ફુટબૉલ ટુર્નામેન્ટ ઇંગ્લિશ પ્રીમિયર લીગ (EPL) માટે ભારતમાં સંજુ સૅમસનને બ્રૅન્ડ ઍમ્બૅસૅડર બનાવવામાં આવ્યો છે.
ભારતમાં સૌથી વધુ ફુટબૉલપ્રેમીઓની સંખ્યા ધરાવતા કેરલા રાજ્યમાંથી આવતો સંજુ સૅમસન દેશભરના લોકોને આ લીગ સાથે જોડવામાં અને લોકપ્રિયતામાં વધારો કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંજુ ઇન્ડિયન સુપર લીગની કેરલા બ્લાસ્ટર્સ ફુટબૉલ ક્લબનો બ્રૅન્ડ ઍમ્બૅસૅડર પણ છે.

