ટેનિસ પ્રીમિયર લીગની સાતમી સીઝન ૯થી ૧૪ ડિસેમ્બર દરમ્યાન યોજાવાની છે
દેશના ત્રણ લેજન્ડ ખેલાડીઓ લિયેન્ડર પેસ, સાનિયા મિર્ઝા અને મહેશ ભૂપતિ હાજર રહ્યાં હતાં
ટેનિસ પ્રીમિયર લીગની સાતમી સીઝન ૯થી ૧૪ ડિસેમ્બર દરમ્યાન અમદાવાદના ગુજરાત યુનિર્વસિટી ટેનિસ સ્ટેડિયમમાં યોજાવાની છે. એ માટેનું પ્લેયર-ઑક્શન ગઈ કાલે મુંબઈમાં યોજાયું હતું જેમાં દેશના ત્રણ લેજન્ડ ખેલાડીઓ લિયેન્ડર પેસ, સાનિયા મિર્ઝા અને મહેશ ભૂપતિ હાજર રહ્યાં હતાં. ઑક્શનમાં શ્રીરામ બાલાજી અને રિત્વિક બોલલિપલ્લી સૌથી વધુ ૧૨ લાખ રૂપિયામાં વેચાયા હતા.

