Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > રોનાલ્ડોએ કરી વર્લ્ડ રેકૉર્ડની બરોબરી

રોનાલ્ડોએ કરી વર્લ્ડ રેકૉર્ડની બરોબરી

25 June, 2021 02:49 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૦૯મો ઇન્ટરનૅશનલ ગોલ કર્યો : પોર્ટુગલની સાથે જર્મની અને સ્પેન પણ પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ્યાં

ફ્રાન્સ સામેની મૅચમાં બૉલ ફટકારતો રોનાલ્ડો (તસવીરઃ પી.ટી.આઇ.)

ફ્રાન્સ સામેની મૅચમાં બૉલ ફટકારતો રોનાલ્ડો (તસવીરઃ પી.ટી.આઇ.)


યુરો કપમાં ગ્રુપ-સ્ટેજના છેલ્લા દિવસે શાનદાર મૅચ જોવા મળી, જેમાં ગ્રુપ-ઈમાં સ્પેને સ્લોવાકિયાને ૫-૦થી તો સ્વીડને પોલૅન્ડને ૩-૨થી હરાવ્યું. સ્વીડન આ ગ્રુપમાં પહેલા ક્રમાંકે રહ્યું તો સ્પેને શાનદાર જીત બાદ ગ્રુપમાં બીજો ક્રમાંક મેળવ્યો. ગ્રુપ-એફમાં પોર્ટુગલ અને ફ્રાન્સ તેમ જ જર્મની અને હંગેરીની મૅચ ૨-૨થી બરોબરી પર રહી. ગ્રુપ ઑફ ડેથમાં ફ્રાન્સ ઉપરાંત જર્મની અને પોર્ટુગલે ચાર-ચાર પૉઇન્ટ સાથે રાઉન્ડ ઑફ ૧૬ માટે ક્વૉલિફાય કર્યું. દરમ્યાન રોનાલ્ડોએ ઈરાનના અલી દાઇના ૧૦૯ આંતરરાષ્ટ્રીય ગોલની બરોબરી કરતો રેકૉર્ડ બનાવ્યો છે.

મ્યુનિચમાં રમાયેલી મૅચમાં હંગેરી તરફથી ઍડમ ઝલાઇએ ૧૧મી મિનિટે ગોલ કરી જર્મન ટીમને આંચકો આપ્યો હતો. મૅચમાં ભલે જર્મનીનો દબદબો રહ્યો હોય, પરંતુ હંગેરીનું ડિફેન્સ એ દબાણને સરખી રીતે ઝીલી રહ્યું હતું. જર્મનીને છેવટે ૬૬મી મિનિટે સફળતા મળી જ્યારે કાઇ હાર્વટ્ઝે ગોલ કર્યો. જોકે એમ છતાં હંગેરી હાર માનવા તૈયાર નહોતું. એન્દ્રસ શાફરે ૬૮મી મિનિટે ગોલ કર્યો હતો.



જર્મનીના કોચે છેલ્લી મિનિટે નવા ખેલાડીઓને મેદાનમાં ઉતાર્યા હતા. મૅચ પૂરી થવાને માત્ર ૬ મિનિટ બાકી હતી ત્યારે લિયોન ગોરેટ્ઝે ગોલ કર્યો હતો. ડ્રૉને કારણે જર્મની પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચ્યુ તો હંગેરી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું. જર્મનીના કૅપ્ટન મૅન્યુઅલ ન્યુઅરે કહ્યું કે અમે બે વખત પાછળ પડ્યા હતા અને અમે બરોબરી કરી હતી. જ્યાં સુધી છેલ્લી વ્હિસલ ન વાગી ત્યાં સુધી રોમાંચક મૅચ હતી.


દિગ્ગજ ખેલાડી અલી દાઇએ પોતાના ૧૦૯ ગોલની બરોબરી કરનાર રોનાલ્ડોને આપ્યાં અભિનંદન

એશિયાના ફુટબૉલ દિગ્ગજ અલી દાઇએ ફ્રાન્સ સામેની મૅચમાં પોતાના ૧૦૯ આંતરરાષ્ટ્રીય ગોલની બરોબરી કરનાર પોર્ટુગલના ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને અભિનંદન આપ્યાં હતાં. ૩૬ વર્ષના રોનાલ્ડોએ પોતાની ૧૭૮મી આંતરરાષ્ટ્રીય મૅચમાં આ રેકૉર્ડની બરોબરી કરી હતી. દાઇએ કહ્યું કે ‘રોનાલ્ડો હવે પુરુષોએ આંતરરાષ્ટ્રીય મૅચમાં કરેલા રેકૉડને તોડવાની અણી પર છે. તેને અભિનંદન. વળી આ રેકૉર્ડ રોનાલ્ડોના નામે થવાનો મને ગર્વ છે.’


દાઇએ ૧૯૯૩થી ૨૦૦૬ દરમ્યાન ઈરાન તરફથી ૧૪૯ મૅચમાં ૧૦૯ ગોલ કર્યા હતા. ઘણાને એવું લાગતું હતું કે આ રેકૉર્ડ ક્યારેય તૂટી શકશે નહીં. રોનાલ્ડોએ જવાબ આપતાં કહ્યું હતું કે એક ચૅમ્પિયન હંમેશાં ચૅમ્પિયન જ રહે છે. તમારા જેવા આદર્શ વ્યક્તિ પાસેથી આવા શબ્દો સાંભળીને મને ખૂબ ગર્વની લાગણી અનુભવાય છે. પોર્ટુગલની ટીમ રવિવારે પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં બેલ્જિયમ સાથે ટકરાશે.

પ્રી-ક્વૉર્ટર ફાઇનલનું શેડ્યુલ

૨૬ જૂન, શનિવાર

રાતે ૯.૩૦ : વેલ્સ v/s ડેન્માર્ક

૨૭ જૂન, રવિવાર

રાતે ૯.૩૦ : નેધરલૅન્ડ્સ v/s ચેક રિપબ્લિક

રાતે ૧૨.૩૦ : ઇટલી v/s ઑસ્ટ્રિયા

૨૮ જૂન, સોમવાર

રાતે ૯.૩૦ : ક્રોએશિયા v/s સ્પેન

રાતે ૧૨.૩૦ : બેલ્જિયમ v/s પોર્ટુગલ

૨૯ જૂન, મંગળવાર

રાતે ૯.૩૦ : ઇંગ્લૅન્ડ v/s જર્મની

રાતે ૧૨.૩૦ : ફ્રાન્સ v/s ​સ્વિટ્ઝરલૅન્ડ

૩૦ જૂન, બુધવાર

રાતે ૧૨.૩૦ : સ્વીડન v/s યુક્રેન

Whatsapp-channel Whatsapp-channel

25 June, 2021 02:49 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK