ભારતના સ્પોર્ટ્સ મિનિસ્ટર મનસુખ માંડવિયાએ ગઈ કાલે દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમની મુલાકાત લીધી હતી
આ દરમ્યાન સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીના અધિકારીઓ અને પૅરા ઍથ્લીટ્સ પણ હાજર રહ્યા હતા
ભારતના સ્પોર્ટ્સ મિનિસ્ટર મનસુખ માંડવિયાએ ગઈ કાલે દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. પચીસ સપ્ટેમ્બરના ઉદ્ઘાટન સમારોહ સાથે ૨૬ સપ્ટેમ્બરથી પાંચ ઑક્ટોબર દરમ્યાન અહીં યોજાનારી વર્લ્ડ પૅરા ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ માટેની અંતિમ તૈયારીઓની તેમના દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમ્યાન સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીના અધિકારીઓ અને પૅરા ઍથ્લીટ્સ પણ હાજર રહ્યા હતા. ૨૯ ઑગસ્ટે લૉન્ચ થયેલા દેશના પ્રથમ મોન્ડો રેસ-ટ્રૅકનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ.

