સ્વિટ્ઝર્લૅન્ડના જિનીવામાં વર્લ્ડ ચેસ ચૅમ્પિયનશિપની શરૂઆત ડ્રૉ સાથે થઈ છે. ભારતના ડી. ગુકેશ અને ઉઝબેકિસ્તાનના જવોખિર સિન્દારોવે પ્રથમ મુકાબલામાં 0.5-0.5 પૉઇન્ટ મેળવ્યા હતા.
ઉઝબેકિસ્તાનનો જવોખિર સિન્દારોવ અને ભારતનો ડી. ગુકેશ
સ્વિટ્ઝરલૅન્ડના જિનીવામાં મંગળવારે મોડી રાતે આયોજિત વર્લ્ડ ચેસ ચૅમ્પિયનશિપના ખિતાબી જંગની શરૂઆત ડ્રૉ સાથે થઈ હતી. ઉઝબેકિસ્તાનના જવોખિર સિન્દારોવ અને ભારતના ડી. ગુકેશને સરખે ભાગે ૦.૫ પૉઇન્ટ મળ્યા છે. કાળા મહોરા સાથે રમનાર ગુકેશે ૩૮ ચાલ બાદ થ્રીફોલ્ડ રિપીટેશન એટલે કે એક જ સ્થિતિના ત્રણ વાર પુનરાવર્તન દ્વારા મુકાબલો ડ્રૉ કર્યો હતો. હવે ૧૨ ડિસેમ્બર સુધી વધુ ૧૩ ક્લાસિક ચેસ ગેમ રમાશે.
