Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


મનુ ભાકર (તસવીર સૌજન્ય મિડ-ડે)

શૂટિંગ સાથે મનુ ભાકરને છે આ એક્ટિવિટીનો પણ શોખ, જુઓ મેડલિસ્ટની આ રૅર તસવીરો

પેરિસ ઑલિમ્પિક શૂટિંગમાં ભારતને બે મેડલ અપાવનાર મનુ ભાકર તેની બીજી દિનચર્યાઓ ચાલુ રાખશે જેમાં યોગ અને સવારે છ વાગ્યે ઉઠવું વગેરે. જો કે મનુ ભાકરને આ સિવાય અનેક એવા શોખ છે જે પણ જાણવા જેવા છે. તો ચલો જોઈએ કે શૂટિંગ સિવાય મનુને કયા બીજા ખાસ શોખ છે. (તસવીર સૌજન્ય મિડ-ડે)

17 August, 2024 08:35 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
લુઆના એલોન્સો (તસવીર સૌજન્યઃ ઇન્સ્ટાગ્રામ)

સુંદરતા બની સંકટ! પેરાગ્વેની સ્વિમર લુઆના એલોન્સો શા માટે ચર્ચામાં? જુઓ તસવીરો

ફ્રાન્સ (France)ની રાજધાની પૅરિસ (Paris)માં ચાલી રહેલી સૌથી મોટી સ્પોર્ટ્સ ઈવેન્ટ સમર પૅરિસ ઑલિમ્પિક્સ ૨૦૨૪ (Paris Olympics 2024)માંથી દરરોજ ઘણા રસપ્રદ અને ક્યારેક વિચિત્ર સમાચારો બહાર આવતા રહે છે. જેમાં તાજા સમાચાર સ્વિમિંગ વિશ્વના છે. અહેવાલો અનુસાર, પેરાગ્વેની ૨૦ વર્ષીય સ્વિમર લુઆના એલોન્સો (Luana Alonso)ને ઑલિમ્પિક્સ વિલેજ (Olympic Village)માં તેનો રૂમ ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હતું. એટલું જ નહીં તેને ઘરે પણ મોકલવામાં આવી છે. આ પાછળ તેની સુંદરતા જવાબદાર છે. દુનિયાને ચોંકાવનાર અને સતત જેની ચર્ચા ચાલી રહી છે તે સ્વિમર લુઆના એલોન્સોનો કિસ્સો શું છે તે જાણીએ અહીં. (તસવીરોઃ સ્વિમર લુઆના એલોન્સોનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ)

08 August, 2024 01:10 IST | Paris | Gujarati Mid-day Online Correspondent
લગોરી મેચ રમવા ઉત્સુક સિનિયર સિટિઝન્સ

કચ્છી વિસા ઓસવાલ સમાજનાં સિનિયર સિટીઝન્સ વચ્ચે થઈ લગોરી ટુર્નામેન્ટ, જુઓ તસવીરો

તાજેતરમાં કચ્છી વિશા ઓસવાલ સમાજનાં સિનિયર સિટીઝન્સ માટે `વિકાસ લગોરી એરિયા વાઈસ ટુર્નામેન્ટ -૨`નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજનમાં કેતન ગડા, વિકાસ કંસ્ટ્રકશનનો બહુમૂલ્ય ફાળો રહ્યો હતો. 17 માર્ચ, ૨૦૨૪નાં રવિવારના રોજ ચિચપોકલી ગ્રાઉન્ડ કે જે ગુંડેચા ગ્રાઉન્ડ તરીકે ઓળખાય છે ત્યાં 28 ટીમો સાથે આ લગોરી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

08 April, 2024 12:29 IST | Mumbai | Dharmik Parmar
ટાટા મુંબઈ મેરેથોન માટે એકઠા થયેલા લોકો (તમામ તસવીર: સમીર માર્કંડે)

Mumbai Marathon 2024: CSMT ખાતે ઉમટ્યાં મેરેથોનના સહભાગીઓ, જુઓ તેઓનો ઉત્સાહ

`ટાટા મુંબઈ મેરેથોન 2024` એ 19મી આવૃત્તિ છે જેને ગયા વર્ષે વર્લ્ડ એથ્લેટિક્સ ગોલ્ડ લેબલ રોડ રેસ ઇવેન્ટમાં અપગ્રેડ કરવામાં આવી હતી. આ મેગા ઇવેન્ટ માટે આજે અનેક લોકો એકઠા થયા હતા.

21 January, 2024 09:41 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
એશિયન ગેમ્સનો પ્રારંભ

ઇકોફ્રેન્ડલી ડિજિટલ આતશબાજી સાથે એશિયન ગેમ્સનો પ્રારંભ

હાન્ગજો સ્પોર્ટ્‍સ પાર્ક સ્ટેડિયમમાં ગઈ કાલે ૪૫ દેશના સ્પર્ધકોની હાજરીમાં ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગે ૧૯મી એશિયન ગેમ્સનો પ્રારંભ થયાની ઘોષણા કરી હતી. એશિયન ગેમ્સની મશાલ ખેલાડી તેમ જ ડિજિટલી બન્નેએ સાથે મળીને પ્રજ્વલિત કરી હતી. 

24 September, 2023 08:45 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
હાર્દિક પંડ્યા, વિરાટ અને અનુષ્કા અને પીવી સિંધુની તસવીરોનો કૉલાજ

ભારતીય સ્પોર્ટ્સ સ્ટાર્સે તિરંગો ફરકાવી કરી સ્વતંત્રતા દિવસની ઉજવણી, જુઓ તસવીરો

Independence Day 2023: પીવી સિંધુ, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા જેવા ભારતીય સ્પોર્ટ્સ સ્ટાર્સે સોમવારે ટ્વિટર પર ભારતની 75મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે દેશના નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી. તસવીર સૌજન્ય: ટ્વિટર

11 August, 2023 07:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મેરી કોમ (તસવીર સૌ. મેરી કોમ ઈન્સ્ટાગ્રામ)

Mary Kom: શું એક મહિલા અને ફાઈટર તરીકે મેરી કોમ ખુશ છે? જાણો અને જુઓ

મેરી કોમ (Mary Kom)વિશ્વના સર્વશ્રેષ્ઠ બોક્સરમાંના એક છે. મેરી કોમે પોતાની પ્રતિભા અને હુનરના દમ પર એક નહીં અનેક મેડલ સિદ્ધ કરી કેટલાય રૅકોર્ડ બનાવી ઈતિહાસ રચ્યો છે આ બધું જગ જાહેર છે. મેરી કોમ (Boxer Mary Kom)ની સિદ્ધિઓ અને તેના હુનરની કમાલ તો તમે જાણો જ છો. પણ એક મહિલા અને ફાઈટર એમ બંને તરીકે શું એ ખુશ છે? શું એ કોઈ પરંપરાઓમાં માને છે? આ ઉપરાંત તેના જન્મદિવસને લઈ પણ કેટલીક વાત વિશે જણાવીશું કે જે કદાચ તમે નહીં જાણતા હોય. તો જાણીએ મેરી કોમની ઈન્ટેરેસ્ટિંગ બાબતો વિશે...

01 March, 2023 12:35 IST | Mumbai | Nirali Kalani
ઓમાનમાં વર્લ્ડ ચેમ્પિનશિપ જીતનાર યોગેશ દેસાઈ

એ ગુજરાતી ટેબલ ટેનિસ ખેલાડી જેણે 70 વર્ષની વયે ઓમાનમાં વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતી

ઓમાન(Oman)ના મસ્કતમાં તાજેતરમાં સમાપ્ત થયેલ ITTF વર્લ્ડ વેટરન્સ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2023માં પુરૂષોના 70+ સિંગલ્સ ટાઇટલ જીતીને ગુજરાતી પેડલર યોગેશ દેસાઈ (Yogesh Desai) વર્લ્ડ ચેમ્પિયન તરીકે ઉભરી આવ્યાં છે. ભારતીય ટુકડી ઓમાનથી છ ગોલ્ડ, છ સિલ્વર અને 12 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 24 મેડલ સાથે પરત ફર્યા હતા. ચાલો જાણીએ ઓમાનમાં યોજાયેલી ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ભારતનો ડંકો વગાડનાર ગુજરાતી યોગેશ દેસાઈ કોણ છે અને તેની સફર કેવી છે...

06 February, 2023 11:03 IST | Mumbai | Nirali Kalani

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK