Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > મૅરી કૉમે એક્સ-હસબન્ડ વિશે આપેલાં વિવાદિત નિવેદન બદલ પુરુષ સમુદાયની માફી માગી

મૅરી કૉમે એક્સ-હસબન્ડ વિશે આપેલાં વિવાદિત નિવેદન બદલ પુરુષ સમુદાયની માફી માગી

Published : 03 February, 2026 12:47 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પતિ એક પણ રૂપિયો કમાયો નહીં એવી કમેન્ટ બદલ તેને ટીકાનો સામનો કરવો પડ્યો હતો

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


ભારતની ચૅમ્પિયન બૉક્સર મૅરી કૉમે તેના એક્સ-હસબન્ડ કરુંગ ઑન્ખોલર વિશે ગયા મહિને એક ઇન્ટરવ્યુમાં વિવાદિત નિવેદન આપ્યું હતું. પતિ એક પણ રૂપિયો કમાયો નહીં એવી કમેન્ટ બદલ તેને ટીકાનો સામનો કરવો પડ્યો હતો. એના માટે તેણે સ્પેશ્યલ વિડિયો શૅર કરીને પુરુષ સમુદાયની માફી માગી છે.

૬ વખતની વિશ્વ ચૅમ્પિયન બૉક્સર મૅરી કૉમે કહ્યું હતું કે ‘હું તે બધાની દિલથી માફી માગું છું જેઓ મારી કમેન્ટથી દુઃખી અથવા નિરાશ થયા છે. મારું નિવેદન ક્યારેય બધા પુરુષો માટે નહોતું, ન તો એનો હેતુ કોઈ વ્યક્તિને નીચી દર્શાવવા અથવા અપમાનિત કરવાનો હતો. હું એ સ્પષ્ટ કરવા માગું છું કે એવું નથી કે મારું લગ્નજીવન સફળ નહોતું. ઘણાં વર્ષોથી બધું બરાબર હતું પણ પછીથી વિશ્વાસ તૂટ્યો હતો.’ 


Whatsapp-channel Whatsapp-channel

03 February, 2026 12:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK