પાલિતાણાની એમ.એમ. કન્યાવિધ્યાલયને રક્ષાબંધન નિમિતે શેત્રુંજય યુવક મંડળ દ્વારા દસ કમ્પ્યુટર આપી અનોખી ઉજવણી કરી હતી. માતૃ દેવો ભવ: પિતૃ દેવો ભવઃ પછી અતિથિ દેવો ભવઃ બાદ બહેનોનું કલ્યાણ ભવઃનું સૂત્ર સાકાર કરવા શેત્રુંજય યુવક મંડળનું એક અનોખું સેવા કાર્ય કરી રક્ષા બંધન નું ખરા અર્થમાં બહેનોને ઉપયોગી કાર્ય કર્યું. પાલિતાણા ખાતે એક માત્ર કન્યાવિધાલય આવેલ છે. જેમાં પંદરસો થી વધુ કન્યાઓ પાલિતાણા સહિત આજુબાજુના ગામોમાંથી વિદ્યા લેવા આવે છે.અને તેવોને ટેકનોલોજી નું જ્ઞાન મળે તે માટે આણંદજી કલ્યાણજી પેઢી નાં માર્ગદર્શન દ્વારા શેત્રુંજય યુવક મંડળ દ્વારા સ્ત્રી કલ્યાણ સાથે વિવિધ જીવદયા.વ્યસનમુક્તિ .આરોગ્ય શિક્ષણ જેવા અનેક સેવાકીય કાર્યો કરે છે ત્યારે બે લાખ જેટલું દાન આપી આ કન્યા વિદ્યાલય ને દસ કમ્પ્યુટર આપી આ શેત્રુંજય યુવક મંડળ દ્વારા વધુ એક સુંદર સેવા કાર્ય કરવામાં આવ્યું હતું. કાન્યાવિધાલય આચાર્ય સહિત તમામ સ્ટાફ ગણ સહિત ટ્રષ્ટી મંડળ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અને રક્ષાબંધન જેવા પવિત્ર તહેવાર ની અનોખી ઉજવણી જોવા મળી હતી