જેને કારણે ત્રણ વર્ષના એક બાળકને અને એક મહિલાને સામાન્ય ઈજા થઈ હતી. તેમને હૉસ્પિટલ લઈ જવાની જરૂર પડી નહોતી.
પ્રતીકાત્મક તસવીર
થાણે-વેસ્ટના ફુલેનગરમાં આવેલી જાધવ નિવાસ ચાલના એક ઘર પર ઝાડની ડાળી પડતાં બે વ્યક્તિને ઈજા થઈ હતી. થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના ચીફ યાસીન તડવીએ જણાવ્યું હતું કે ચાલના એક ઘરના છાપરા પર ઝાડની મોટી ડાળી તૂટીને પડી હતી. જેને કારણે ત્રણ વર્ષના એક બાળકને અને એક મહિલાને સામાન્ય ઈજા થઈ હતી. તેમને હૉસ્પિટલ લઈ જવાની જરૂર પડી નહોતી.

