આ ચાર ચૅનલોમાં પ્રથમ મની ટૉક્સ વિથ છે અને એ ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર પણ ઉપસ્થિતિ ધરાવે છે.
પ્રતીકાત્મક તસવીર
મની ટૉક્સ વિથ, એનએસઈ સ્ટૉક પ્રો, પીટીએસ પ્રભાત ટ્રેડીંગ અને પીટીએસ પ્રભાત ટ્રેડીંગ સર્વિસ નામોથી રોકાણકારો અલર્ટ કરતું BSE
મૂડીબજાર ક્ષેત્રે થઈ રહેલી છેતરપિંડીઓથી રોકાણકારો બચે એ હેતુથી બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE)એ વિશેષ ઝુંબેશ શરૂ કરી છે અને આ ઝુંબેશ હેઠળ ઠગાઈ કરતી વિવિધ હસ્તીઓથી એક્સચેન્જ રોકાણકારોને સાવચેત કરે છે. આવી એક ચેતવણીમાં BSEએ ટેલિગ્રામ પરની ચાર ચૅનલોનાં નામ જાહેર કરીને એમનાથી સાવધ રહેવાનું જણાવ્યું છે. લેભાગુઓ સોશ્યલ મીડિયાનાં વિવિધ માધ્યમને શસ્ત્ર બનાવી પોતાનું કામ કરે છે.
ADVERTISEMENT
આ ચાર ચૅનલોમાં પ્રથમ મની ટૉક્સ વિથ છે અને એ ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર પણ ઉપસ્થિતિ ધરાવે છે. બીજી ટેલિગ્રામ ચૅનલ છે એનએસઈ સ્ટૉક પ્રો અને એ પણ ઇન્સ્ટાગ્રામ પર પેજ ધરાવે છે. પીટીએસ પ્રભાત ટ્રેડિંગ અને પીટીએસ પ્રભાત ટ્રેડિંગ સર્વિસ અન્ય બે ટેલિગ્રામ ચૅનલો છે. પીટીએસ પ્રભાત ટ્રેડિંગ સર્વિસ ઇન્સ્ટાગ્રામ પર પણ લિન્ક ધરાવે છે.
BSEનું કહેવું છે કે ઉક્ત હસ્તીઓ કે વ્યક્તિઓ BSEના કોઈ પણ રજિસ્ટર્ડ મેમ્બર કે રજિસ્ટર્ડ મેમ્બરની અધિકૃત વ્યક્તિ નથી. તેઓ શૅરબજારમાં ખાતરીબંધ વળતરની ગૅરન્ટી આપે છે કે ટિપ્સ આપે છે. વળી તેઓ રોકાણકારોને તેમના લૉગઇન આઇડી કે પાસવર્ડ શૅર કરીને ટ્રેડિંગ-અકાઉન્ટ્સ હૅન્ડલ કરવાની ઑફર કરે છે. આ માર્ગે આગળ વધવામાં રોકાણકારો જોખમમાં મુકાઈ શકે છે.

