દિગ્દર્શક ફિલ્મમેકર વિક્રમ ભટ્ટના માતા અને સિનેમેટોગ્રાફર પ્રવીણ ભટ્ટના પત્ની વર્ષા ભટ્ટનું લાંબી માંદગી બાદ આજે અવસાન
વિક્રમ ભટ્ટ, માતા વર્ષા ભટ્ટ
બોલીવૂડમાં પોતાની હોરર ફિલ્મો માટે પ્રખ્યાત દિગ્દર્શક ફિલ્મમેકર વિક્રમ ભટ્ટ (Vikram Bhatt)ના માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. દિગ્દર્શકની માતા અને સિનેમેટોગ્રાફર પ્રવીણ ભટ્ટ (Pravin Bhatt)ના પત્ની વર્ષા ભટ્ટ (Varsha Bhatt)નું દુઃખદ અવસાન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા.
દિગ્દર્શક, નિર્માતા વિક્રમ ભટ્ટની માતા (Filmmaker Vikram Bhatt’s mother dies) વર્ષા ભટ્ટ લાંબા સમયથી બીમાર હતા. તેમનું શનિવારે ૮૫ વર્ષની વયે મલ્ટીપલ ઓર્ગન ફેલ્યરને કારણે અવસાન થયું. પરિવાર શનિવારે બપોરે બે વાગ્યે વર્સોવા (Versova) સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. દિગ્દર્શક વિક્રમ ભટ્ટની ટીમ દ્વારા વર્ષા ભટ્ટના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
વિક્રમ ભટ્ટ માટે આ સમય ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે તેમણે તેમની માતા ગુમાવી છે, જેમણે તેમને દરેક પગલે સાથ આપ્યો હતો. પરિવાર અને નજીકના લોકો આ સમયે તેમનું દુઃખ શેર કરી રહ્યા છે. ચાહકો અને ફિલ્મ ઉદ્યોગના લોકો સોશિયલ મીડિયા પર પ્રાર્થના કરી રહ્યા છે કે તેમની માતાના આત્માને શાંતિ મળે.
વિક્રમ ભટ્ટની માતા હંમેશા ભટ્ટ પરિવારમાં સૌથી મજબૂત કડી રહ્યાં છે. વિક્રમ ભટ્ટે ૧૪ વર્ષની ઉંમરે ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો, તેમના પિતા પ્રવીણ ભટ્ટ પણ બોલિવૂડના જાણીતા સિનેમેટોગ્રાફર હતા. વિક્રમ ભટ્ટની પુત્રી કૃષ્ણા ભટ્ટ (Krishna Bhatt) પણ દિગ્દર્શક જ છે.
વિક્રમ ભટ્ટ તેમની માતાની ખૂબ નજીક હતા. આજે તેઓ બોલિવૂડમાં જે સ્થાન પર પહોંચ્યા છે ત્યાં સુધી પહોંચવામાં તેમની સફળતામાં તેમની માતાનો મહત્વનો ફાળો છે. બાળપણથી જ તેમનું સ્વપ્ન ફિલ્મ નિર્માણમાં જવાનું હતું, જેના માટે તેમની માતાએ તેમને ટેકો આપ્યો હતો. આજે તેમની ગણતરી બોલિવૂડના મોટા દિગ્દર્શકોમાં થાય છે.
વિક્રમ ભટ્ટનું નામ બોલીવુડમાં હોરર ફિલ્મો માટે પ્રખ્યાત છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત એક્શન અને થ્રિલર ફિલ્મોથી કરી હતી. તેમણે `મદહોશ`, `ગુનેહગાર`, `બંબઈ કા બાબુ` અને આમિર ખાન અભિનીત `ગુલામ` જેવી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું. પરંતુ વર્ષ 2002માં તો તેમણે હોરર શૈલી તરફ પગ મૂક્યો અને ફિલ્મ `રાજ`થી દર્શકોને ખૂબ પ્રભાવિત કર્યા. આ પછી તેમણે `ફિયર`, `1920`, `શાપિત`, `હોન્ટેડ 3D`, `રાજ 3D`, `ક્રિએચર 3D`, `રાજ રીબૂટ`, `1921`, `ઘોસ્ટ` અને `જુદા હોગી ભી` જેવી હોરર ફિલ્મોનું દિગ્દર્શન કર્યું. વિક્રમ ભટ્ટની ફિલ્મોમાં હોરર અને વાર્તાની એક અલગ શૈલી હોય છે, જે દર્શકોને રોમાંચિત કરે છે. તેમના કામની હંમેશા ઇન્ડસ્ટ્રીમાં પ્રશંસા કરવામાં આવી છે.

