Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિકાસમાં ઇલેક્ટ્રૉનિક્સ ગુડ્સનો દબદબો, દેશની ત્રીજી સૌથી મોટી નિકાસ-કૅટેગરી બની

નિકાસમાં ઇલેક્ટ્રૉનિક્સ ગુડ્સનો દબદબો, દેશની ત્રીજી સૌથી મોટી નિકાસ-કૅટેગરી બની

Published : 19 June, 2026 07:43 AM | Modified : 19 June, 2026 09:20 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વૈશ્વિક સપ્લાય-ચેઇનમાં ભારતની મજબૂત પકડ, મોબાઇલ અને કમ્પોનન્ટ્સની વૈશ્વિક બજારમાં છે ભારે ડિમાન્ડ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારતમાં હાઈ-વૅલ્યુ મૅન્યુફૅક્ચરિંગ અને વૈશ્વિક સપ્લાય-ચેઇન ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો છે. કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર દેશમાંથી બહાર મોકલવામાં આવતી કુલ ચીજવસ્તુઓની યાદીમાં હવે ઇલેક્ટ્રૉનિક્સ મૅન્યુફૅક્ચરિંગ ભારતની ત્રીજા ક્રમની સૌથી મોટી નિકાસ-કૅટેગરી બની ગઈ છે. આ સેક્ટરમાં થયેલો અભૂતપૂર્વ અને ઝડપી વિકાસ વૈશ્વિક સ્તરે ભારતની વધતી આર્થિક તાકાત અને ઉત્પાદનક્ષમતાને દર્શાવે છે.

સરકાર દ્વારા આપવામાં આવતાં આર્થિક પ્રોત્સાહનો, માળખાકીય સુવિધાઓમાં થયેલો મોટો સુધારો અને આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય પ્રોડક્ટ્સની સતત વધતી ડિમાન્ડને કારણે તાજેતરનાં વર્ષોમાં નિકાસના આંકડામાં આ ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે. અશ્વિની વૈષ્ણવે આ વિશે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ‘આ સેક્ટરની પ્રગતિ ભારતને ગ્લોબલ ઇલેક્ટ્રૉનિક્સ હબ બનાવવાની દિશામાં એક મોટું કદમ છે. ખાસ કરીને સ્માર્ટફોન, વિવિધ ઇલેક્ટ્રૉનિક કમ્પોનન્ટ્સ અને અન્ય હાઈ-ટેક ડિવાઇસિસની નિકાસે આ રેકૉર્ડબ્રેક સફળતામાં સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવી છે.’


Whatsapp-channel Whatsapp-channel

19 June, 2026 09:20 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK