મિનિસ્ટ્રી ઑફ સ્ટૅટેટિક્સના સુધારેલા અંદાજ મુજબ ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં GDP ૭.૪ ટકા વધ્યો હતો
પ્રતીકાત્મક તસવીર
નાણાકીય વર્ષ ૨૦૨૫-’૨૬ના ત્રીજા ક્વૉર્ટરમાં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિદર ૭.૮ ટકા રહ્યો હતો, જે ૭.૪ ટકાના અંદાજ કરતાં વધારે છે, પરંતુ પાછલા ક્વૉર્ટર (બીજા ક્વૉર્ટર)માં ૮.૪ ટકા વૃદ્ધિદર કરતાં ઓછો છે. આ દેશના આર્થિક ડેટાના રીસેટ અને ૩ મહિનાના સમયગાળા દરમ્યાન તહેવારોની માગણીને કારણે ઉત્પાદનમાં વધારો થવાને કારણે હતું. તમામ ક્ષેત્રોમાં GSTમાં થયેલા ઘટાડાએ વધુ ટેકો પૂરો પાડ્યો હતો.
મિનિસ્ટ્રી ઑફ સ્ટૅટેટિક્સના સુધારેલા અંદાજ મુજબ ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં GDP ૭.૪ ટકા વધ્યો હતો, જે અગાઉના ત્રિમાસિક ગાળામાં ૮.૪ ટકા હતો. આ સતત ધોરણે મંદી દર્શાવે છે, પરંતુ ગયા વર્ષની ગતિ કરતાં હજી પણ સારી છે. સરકારે પોતાના બીજા આગોતરા અંદાજમાં ૨૦૨૫-’૨૬ માટે GDP વૃદ્ધિદર ૭.૬ ટકા રહેવાનો અંદાજ લગાવ્યો હતો, જે અગાઉના આગોતરા અંદાજ ૭.૪ ટકા કરતાં વધારે હતો. આ વર્ષે અર્થશાસ્ત્રીઓ સ્થાનિક માગણી અને સર્વિસમાં સતત વૃદ્ધિની અપેક્ષા રાખે છે. ટૅરિફ દબાણ અને મુખ્ય જિયોપૉલિટિકલ તનાવ છતાં ઉત્પાદન પણ ટેકો પૂરો પાડશે.
