Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્રમાં ૫૦,૦૦૦ પાણીપુરવઠા યોજનાઓમાંથી ૨૬,૦૦૦ પૂર્ણ

મહારાષ્ટ્રમાં ૫૦,૦૦૦ પાણીપુરવઠા યોજનાઓમાંથી ૨૬,૦૦૦ પૂર્ણ

Published : 28 February, 2026 07:08 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લગભગ ૫૦,૦૦૦ યોજનાઓને મંજૂરી આપવામાં આવી હતી અને ૨૬,૦૦૦થી વધુ અત્યાર સુધીમાં પૂર્ણ થઈ ગઈ છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સરકારે રાજ્યભરમાં મંજૂર કરેલી લગભગ ૫૦,૦૦૦ પાણીપુરવઠા યોજનાઓમાંથી ૨૬,૦૦૦થી વધુ પૂર્ણ કરી છે એમ મહારાષ્ટ્રના પ્રધાન ગુલાબરાવ પાટીલે શુક્રવારે વિધાનસભામાં જણાવ્યું હતું. વિધાનસભામાં પાણીપુરવઠા વિભાગ પરની ચર્ચાનો જવાબ આપતાં તેમણે કહ્યું કે બાકીની યોજનાઓ અમલીકરણના વિવિધ તબક્કામાં છે અને સરકારે પૂર્ણતાની નજીક રહેલા પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા આપવાનું નક્કી કર્યું છે.

સરકારની સિંચાઈ યોજનાઓ વિશે માહિતી આપતાં ગુલાબરાવ પાટીલે કહ્યું હતું કે ‘લગભગ ૫૦,૦૦૦ યોજનાઓને મંજૂરી આપવામાં આવી હતી અને ૨૬,૦૦૦થી વધુ અત્યાર સુધીમાં પૂર્ણ થઈ ગઈ છે. બાકીની વિવિધ સ્તરે પ્રગતિ કરી રહી છે. ૭૫ ટકાથી ૯૯ ટકા પૂર્ણ થયેલા પ્રોજેક્ટ્સને ભંડોળ માટે પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે. ૫૦ ટકાથી ૭૫ ટકા પૂર્ણ થયેલી યોજનાઓને આગળ લેવામાં આવશે, જ્યારે ૨૫ ટકાથી ઓછી પ્રગતિ ધરાવતી યોજનાઓની સમીક્ષા કરવામાં આવશે. જોકે કેટલીક યોજનાઓમાં ટેક્નિકલ અને આયોજન અવરોધોનો સામનો કરવો પડ્યો હતો. કેટલાંક ગામોમાં મૂળ રીતે ઓળખાયેલા પાણીના સ્રોતો પૂરતા પ્રમાણમાં પાણી આપતા નહોતા, જેના કારણે સ્રોતમાં ફેરફાર અને ખર્ચ અંદાજમાં સુધારો કરવાની જરૂર પડી. જ્યારે આયોજિત સ્રોત પર પાણી ઉપલબ્ધ નહોતું ત્યારે અમારે વૈકલ્પિક સ્રોતો ઓળખવા પડ્યા. એના કારણે સુધારેલા અંદાજો આવ્યા. પરંતુ આપણે ગામડાંઓને અધવચ્ચે છોડી શકતા નથી.’


Whatsapp-channel Whatsapp-channel

28 February, 2026 07:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK