Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > સરહદી તનાવ વધવાની દહેશતમાં બજાર પ્રૉફિટ-બુકિંગનો શિકાર બન્યું

સરહદી તનાવ વધવાની દહેશતમાં બજાર પ્રૉફિટ-બુકિંગનો શિકાર બન્યું

Published : 26 April, 2025 07:32 AM | IST | Mumbai
Anil Patel

બુકિંગનો મામૂલી સુધારો બાદ કરતાં તમામ સેક્ટોરલ ડાઉન : રોકડું ખરડાતાં માર્કેટ બ્રેડ્થમાં ભારે ખરાબી, રોકાણકારોના આઠ લાખ કરોડ રૂપિયા સાફ

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


બુકિંગનો મામૂલી સુધારો બાદ કરતાં તમામ સેક્ટોરલ ડાઉન : રોકડું ખરડાતાં માર્કેટ બ્રેડ્થમાં ભારે ખરાબી, રોકાણકારોના આઠ લાખ કરોડ રૂપિયા સાફ : પરિણામ પહેલાં રિલાયન્સ ફ્લૅટ, મારુતિ નબળા પરિણામ પાછળ ઘટ્યો : ઍ​ક્સિસ બૅન્કનો નફો બે ટકા ઘટતાં શૅર ૪ ટકા બગડી બજારને ૧૦૩ પૉઇન્ટ નડ્યો : પાંચ વર્ષમાં પ્રથમ વાર ત્રિમાસિક નેટ લૉસ દર્શાવતાં મોતીલાલ ઓસવાલ ખરડાયો : નફો ૮૩ ટકા વધતાં ડૉ. લાલ પેથલૅબ્સ ૧૧૮ રૂપિયા ઊછળ્યો : આગામી સપ્તાહે ચાર નવાં મૂડીભરણાં નક્કી


પહલગામના આતંકવાદી હુમલા પછી ભારત-પાકિસ્તાન વચ્ચે તનાવ વધવાની આશંકાને લઈને બજાર પ્રૉફિટ-બુકિંગના મૂડમાં આવ્યું છે. સેન્સેક્સ બીજા દિવસની નરમાઈમાં શુક્રવારે ૫૮૯ પૉઇન્ટ ઘટી ૭૯,૨૧૨ તથા નિફ્ટી ૨૦૭ પૉઇન્ટ બગડી ૨૪,૦૩૯ બંધ થયા છે. બજાર આગલા બંધથી નહીંવત પ્લસ, ૭૯,૮૩૦ ખૂલ્યા બાદ ઉપરમાં ૮૦,૧૩૦ થઈ નીચામાં ૭૮,૬૦૬ દેખાયું હતું. ખાસ્સી ખરાબ માર્કેટ બ્રેડ‌્થમાં NSE ખાતે વધેલા ૪૫૫ શૅર સામે ૨૪૨૮ જાતો ઘટી છે. મેઇન બેન્ચમાર્ક‌્સની પોણા ટકા જેવી નબળાઈ સામે રોકડું અઢી ટકા તથા બ્રૉડરમાર્કેટ દોઢ ટકો ખરડાયું એનું આ પરિણામ છે. ITના મામૂલી સુધારાને બાદ કરતાં બન્ને બજારનાં તમામ સેક્ટોરલ લાલ થયાં છે. નિફ્ટી મીડિયા સાડાત્રણ ટકા, રિયલ્ટી ત્રણ ટકા નજીક, પાવર-યુટિલિટીઝ પોણાત્રણથી ત્રણ ટકા, કૅપિટલ ગુડ્સ બે ટકા, હેલ્થકૅર અઢી ટકા, ઑટો પોણાબે ટકા, ટેલિકૉમ અઢી ટકા, મેટલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ પોણાબે ટકાથી વધુ, બૅન્ક નિફ્ટી સવા ટકા નજીક, ઑઇલ-ગૅસ ૧.૯ ટકા ડૂલ થયા છે. ચેન્નઈ પેટ્રો-ના અડધા ટકાના સુધારાને બાદ ગણતાં પીએસયુ બેન્ચમાર્ક બાકીના ૬૨ શૅરની બૂરાઈમાં અઢી ટકા કપાયો છે. બજારનું માર્કેટ કૅપ ૮.૦૫ લાખ કરોડ રૂપિયાના ધોવાણમાં ૪૨૧.૫૯ લાખ કરોડ નજીક રહ્યું છે.



પાકિસ્તાની શૅરબજાર બે દિવસમાં ૩૪૦૧ પૉઇન્ટના ધબડકા બાદ ત્રીજા દિવસે નીચામાં ૧,૧૩,૭૧૬ બતાવી છેવટે ૬૨૭ પૉઇન્ટ વધીને ૧,૧૫,૭૫૫ જોવાયું છે. ગુરુવારની મોડી રાતે અમેરિકન ડાઉ સવા ટકો તથા નૅસ્ડૅક પોણાત્રણ ટકા વધીને બંધ થતાં એશિયન બજારોનો શુક્રવાર એકંદર સારો ગયો છે. તાઇવાન બે ટકા, જપાન બે ટકા નજીક, થાઇલૅન્ડ તથા ઇન્ડોનેશિયા એક ટકો, સાઉથ કોરિયા એક ટકા નજીક, હૉન્ગકૉન્ગ સાધારણ પ્લસ હતું. ચાઇના અને સિંગાપોર નહીંવત્ નરમ હતા. યુરોપ રનિંગમાં પોણા ટકા આસપાસ મજબૂત દેખાયું છે. લંડન ફુત્સી પૉઝિટિવ બાયસમાં હતો. બ્રૅન્ટ ક્રૂડ ૬૬ ડૉલર પર ટકેલું છે. બિટકૉઇન છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ઉપરમાં ૯૪,૨૪૭ ડૉલર અને નીચામાં ૯૩,૦૦૫ ડૉલર બતાવી ૯૩,૭૫૫ના લેવલે ઘૂંટાઈ રહ્યો હતો. નવી તેજી માટે ૯૫,૦૦૦ ઉપરનું બંધ જરૂરી છે.


પ્રાઇમરી માર્કેટમાં ટેન્કઅપ એ​ન્જિનિયરનો શૅરદીઠ ૧૪૦ના ભાવનો ૧૯૫૩ લાખનો SME IPO કુલ ૧૨૫ ગણો પ્રતિસાદ મેળવી પૂરો થયો છે. પ્રીમિયમ ૭થી ઘટી હાલ ત્રણ રૂપિયા બોલાય છે. સોમવારે મેઇન બોર્ડમાં સતત ખોટ કરતી એથર એનર્જી એકના શૅરદીઠ ૩૨૧ના મારફાડ ભાવથી ૨૯૮૧ કરોડનો ઇશ્યુ કરવાની છે. ગ્રેમાર્કેટમાં ૧૭થી શરૂ થયેલું પ્રીમિયમ ગગડતું રહી હાલ અઢી રૂપિયા બોલાય છે. આગામી સપ્તાહે સોમવારે એક અને મંગળવારે બે SME ઇશ્યુ છે. અમદાવાદી આઇવેર સપ્લાય ચેઇન ૯૫ના ભાવે ૨૭૧૩ લાખનો ઇશ્યુ સોમવારે કરવાની છે. મંગળવારે અમદાવાદની અરુણ્યા ઑર્ગેનિક શૅરદીઠ ૫૮ના ભાવે ૩૩૯૯ લાખનો તથા ગુજરાતના દસ્ક્રોઈ ખાતેની કેનરિક ઇન્ડસ્ટ્રીઝ ૧૦ના શૅરદીઠ પચીસના ભાવે ૮૭૫ લાખનો SME IPO કરશે. ત્રણમાંથી એકેયમાં ગ્રેમાર્કેટમાં સોદા શરૂ થયા નથી.

સાધારણથી નબળા પરિણામમાં SBI લાઇફ તેજીમાં આવ્યો


સેન્સેક્સ ખાતે ટીસીએસ સવા ટકો, ટેક મહિન્દ્ર એક ટકો અને ઇન્ફી અડધો ટકો વધ્યા છે. અલ્ટ્રાટેક ૧૨,૩૦૦ની નવી ટૉપ બનાવી અડધા ટકા જેવા સુધારે ૧૨,૨૧૯ હતો. એસબીઆઇ લાઇફનો નફો ૮૧૩ કરોડે ફ્લૅટ આવ્યો છે. નેટ પ્રીમિયમની આવક પાંચ ટકા ઘટી છે. આમ છતાં શૅર સાડાપાંચ ટકાની તેજીમાં ૧૬૯૫ બંધ આપી નિફ્ટી ખાતે ઝળક્યો છે. શ્રીરામ ફાઇનૅન્સ છ ટકા કપાઈ ૬૫૫ના બંધમાં અત્રે ટૉપ લૂઝર હતી. અદાણી એન્ટર. સાડાત્રણ ટકાથી વધુ બગડ્યો છે. તો અદાણી પોર્ટ‌્સ સાડાત્રણ ટકા પ્લસની ખરાબીમાં ૧૧૯૨ બંધ આપી સેન્સેક્સમાં ટૉપ લૂઝર બન્યો છે.

ઍ​ક્સિસ બૅન્ક માર્જિનમાં ઘટાડા સાથે નફામાં બે ટકા પીછેહઠ બતાવતા શૅર પાંચ ગણા કામકાજે સાડાત્રણ ટકા ગગડી ૧૧૬૫ના બંધમાં બજારને ૧૦૩ પૉઇન્ટ નડ્યો છે. ઝોમાટો ૩.૪ ટકા, બજાજ ફિનસર્વ પોણાત્રણ ટકા, પાવરગ્રીડ અઢી ટકા, બજાજ ફાઇનૅન્સ બે ટકા, તાતા મોટર્સ બે ટકા, તાતા સ્ટીલ બે ટકા, સ્ટેટ બૅન્ક તથા NTPC પોણાબે ટકા, ભારતી ઍરટેલ ૧.૭ ટકા, એશિયન પેઇન્ટ્સ દોઢ ટકા નજીક, મહિન્દ્ર સવા ટકો, ટ્રેન્ટ સવાત્રણ ટકા, અપોલો હૉસ્પિટલ્સ ૨.૯ ટકા, ભારત ઇલે. અઢી ટકા, જિયો ફાઇ. સવાબે ટકા બજાજ ઑટો તથા ડૉ. રેડ્ડીઝ લૅબ બે ટકાથી વધુ, કોલ ઇન્ડિયા અને સિપ્લા ૧.૭ ટકા ડાઉન હતા.

મારુતિ સુઝુકીએ ૩૮૦૪ કરોડની ધારણા સામે ૩૭૧૧ કરોડ નેટ પ્રૉફિટ કરી શૅરદીઠ ૧૩૫ રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. શૅર પોણાબે ટકાથી વધુની નરમાઈમાં ૨૧૫ રૂપિયા ખરડાઈ ૧૧,૬૮૬ બંધ થયો છે. માર્કેટ લીડર રિલાયન્સ પરિણામ પહેલાં ત્રણ ગણા વૉલ્યુમે ઉપરમાં ૧૩૨૫ અને નીચામાં ૧૨૮૮ બતાવી દોઢ રૂપિયાના પરચૂરણ ઘટાડામાં ૧૩૦૦ બંધ આવ્યો છે.

અદાણી ગ્રુપના તમામ ૧૨ શૅર નોંધપાત્ર ઘટાડામાં બંધ

ડૉ. લાલ પેથલૅબ્સનો નફો ૮૩ ટકા વધી ૧૫૫ કરોડ આવતાં શૅર ઉપરમાં ૨૯૭૯ થઈ સવાચાર ટકા કે ૧૧૮ના ઉછાળે ૨૯૦૬ વટાવી ગયો છે. તાતા ટેક્નૉલૉજીઝ પરિણામ પહેલાં સવાત્રણ ટકા બગડી ૬૯૩ હતો. કંપનીએ ૨૦ ટકાના વધારામાં ૧૮૯ કરોડ નેટપ્રૉફિટ કરી સ્પે. ડિવિડન્ડ સહિત કુલ ૧૧.૭૦ રૂપિયાનું આખરી ડિવિડન્ડ જાહેર કર્યું છે. નબળા રિઝલ્ટની અસર મોડી વરતાતાં એસીસી ૧૩૧ કે સવાછ ટકા તરડાઈ ૧૯૩૭ રહ્યો છે. અંબુજા સિમેન્ટ ૪ ટકા બગડ્યો હતો. અદાણીના અન્ય શૅરમાં અદાણી પાવર સાડાચાર ટકા, અદાણી એનર્જી પાંચ ટકા, અદાણી ગ્રીન પોણાછ ટકા, અદાણી ટોટલ ૪ ટકા, અદાણી વિલ્મર સવાત્રણ ટકા, સાંઘી ઇન્ડસ્ટ્રીઝ સવાચાર ટકા, NDTV ચાર ટકા, ઓરિયન્ટ સિમેન્ટ અડધો ટકો નરમ હતા.

BSE લિમિટેડ ૬૫૯૫ના શિખરે જઈ ત્રણ ટકા ગગડી ૬૩૦૩ રહ્યો છે. MCX પોણાત્રણ ટકાના ઘટાડે ૬૦૫૧ હતી. મોતીલાલ ઓસવાલ ફાઇનૅન્સ સર્વિસિસે ૭૨૩ કરોડના નેટ નફા સામે ૬૫ કરોડની ચોખ્ખી ખોટ કરી છે. પાંચ વર્ષમાં આ પ્રથમ ખોટ છે. શૅર ૬૮૦ની અંદર જઈ સવાઆઠ ટકા તૂટી ૬૯૪ બંધ આવ્યો છે. એની પાછળ ઍન્જલ વન પોણાસાત ટકા, ધાની સર્વિસિસ સવાછ ટકા, શૅરઇન્ડિયા પાંચ ટકા, પૈસાલો ડિજિટલ ૪.૯ ટકા, IIFL કૅપિટલ સવાછ ટકા, ૩૬૦ વન પોણાપાંચ ટકા કપાયા છે. ક્રિસિલનાં પરિણામ ૩૦મીએ છે, શૅર ૫.૪ ટકા કે ૨૫૮ના બગાડમાં ૪૫૨૭ બંધ હતો. ઇક્રા બે ટકા તથા કૅર રેટિંગ્સ પોણાબે ટકા ઢીલા હતા.

ઓલા ઇલે​ક્ટ્રિક સામે સરકારે શો-કોઝ જારી કરતાં ભાવ પાંચેક ટકા તૂટી ૫૦ની અંદર બંધ થયો છે. મારુતિના નબળા દેખાવમાં હ્યુન્દાઇ મોટર પણ ત્રણ ટકા ખરડાઈ ૧૬૬૭ રહ્યો છે. પાકિસ્તાને ઍરસ્પેસ બંધ કરતાં ઇ​ન્ડિગો ફેમ ઇન્ટરગ્લોબ એવિયેશન ૪ ટકા કે ૨૧૮ રૂપિયા લથડી ૫૩૦૨ રહ્યો છે. ફિનિક્સ ટાઉનશિપ ૧૦ ટકાની નીચલી સર્કિટે ૨૧૪ બંધ આવ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

26 April, 2025 07:32 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK