આતંક ફેલાવનારાઓને સુનીલ ગાવસકરે શાંતિની અપીલ કરતાં કહ્યું...
રોબો-ડૉગ ચંપક સાથે ધિંગામસ્તી કરતા સુનીલ ગાવસકરે આતંકવાદી હુમલાના વિરોધમાં રાજસ્થાન અને બૅન્ગલોરની મૅચ દરમ્યાન પહેરી હતી કાળી પટ્ટી.
ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન સુનીલ ગાવસકરે રાજસ્થાન રૉયલ્સ અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ વચ્ચેની ગુરુવારની મૅચ પહેલાં પહલગામ હુમલા પર મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘હું પોતાના પ્રિયજનો ગુમાવનારા તમામ પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. એની અસર આપણા બધા ભારતીયો પર પડી છે. હું બધા ગુનેગારોને અને તેમને (આતંકવાદીઓને) ટેકો આપનારા બધાને, તેમના હૅન્ડલર્સને એક પ્રશ્ન પૂછવા માગું છું કે આ બધી લડાઈથી શું પ્રાપ્ત થયું? છેલ્લાં ૭૮ વર્ષમાં એક મિલીમીટર જમીન પણ હાથમાં નથી આવી, ખરુંને? તો આગામી ૭૮,૦૦૦ વર્ષ સુધી પણ કંઈ બદલાવાનું નથી. તો શા માટે આપણે શાંતિથી ન રહીએ અને પોતાના દેશને મજબૂત ન બનાવીએ? તો આ મારી અપીલ છે.’

