તેમણે ઈજાગ્રસ્તની તબિયત પૂછીને જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લા અને નૅશનલ કૉન્ફરન્સના નેતા ફારુક અબદુલ્લા સાથે મુલાકાત કરી હતી.
કૉન્ગ્રેસના સંસદસભ્ય રાહુલ ગાંધી શુક્રવારે શ્રીનગરની મુલાકાતે પહોંચ્યા હતા.
કૉન્ગ્રેસના સંસદસભ્ય રાહુલ ગાંધી શુક્રવારે શ્રીનગરની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે પહલગામના આતંકવાદી હુમલાના પીડિતો સાથે મુલાકાત કરી હતી. તેમણે ઈજાગ્રસ્તની તબિયત પૂછીને જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લા અને નૅશનલ કૉન્ફરન્સના નેતા ફારુક અબદુલ્લા સાથે મુલાકાત કરી હતી.
કૉન્ગ્રેસના ‘ઍક્સ’ અકાઉન્ટ પર રાહુલ ગાંધીએ પીડિતોની મુલાકાતની તસવીર શૅર કરતાં લખ્યું છે કે ‘પહલગામમાં થયેલી આતંકવાદી ઘટના માનવતા પર પ્રહાર છે, મહોબ્બત અને ભાઈચારાને ખતમ કરવાનો શરમજનક પ્રયાસ છે. આતંક સામે આપણે એકજૂટ થઈએ. આપણે સાથે મળીને આ નફરતની તાકાતને વળતો જવાબ આપવો પડશે. જમ્મુ-કાશ્મીરના તમામ લોકો આ ઘટનાથી શર્મિંદા છે.’
ADVERTISEMENT
આ હુમલો આપણી વચ્ચે ભાગલા પાડવાનો પ્રયાસ છે. આપણું કર્તવ્ય છે કે આપણે એકસાથે ઊભા થઈએ અને આ લોકોને હરાવીએ.’
દિલ્હીમાં કૅન્ડલ માર્ચમાં સામેલ થયા રાહુલ ગાંધી
પહલગામ હુમલાને લઈને દેશભરમાં રોષ છે ત્યારે શુક્રવારે કૉન્ગ્રેસે સમગ્ર દેશમાં કૅન્ડલ માર્ચ યોજી હતી. રાહુલ ગાંધી દિલ્હીમાં પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે કૅન્ડલ માર્ચમાં સામેલ થયા હતા. કૉન્ગ્રેસે પોતાના અકાઉન્ટ ‘ઍક્સ’ પર લખ્યું હતું કે પહલગામમાં થયેલા હુમલાએ ૨૬ નિર્દોષ લોકોનો જીવ લીધો. આ માનવતા વિરુદ્ધ મોટો અપરાધ છે જેની કોઈ માફી નથી.

