નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ નરમાઈતરફી છે.
પ્રતીકાત્મક તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૩,૯૦૨.૪૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૬૪૬.૧૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૪,૪૫૨.૬૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૨૦૩૪.૮૭ પૉઇન્ટના નેટ સુધારે ૭૮,૦૯૪.૬૪ બંધ રહ્યો. ઉપરમાં ૭૮,૨૮૩, ૭૮,૬૬૫, ૭૯,૩૬૭ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૭૭,૩૩૩ નીચે ૭૬,૯૮૮, ૭૬,૭૦૯, ૭૬,૨૧૦ સુધીની શક્યતા જોવા મળશે. તા. ૩થી ૭ ગેઇનની ટર્નિંગના દિવસો ગણાય. આ દિવસોના ઊંચા-નીચા ભાવોનો ઉપયોગ સ્ટૉપલૉસ તરીકે કરી શકાય. સપ્તાહની શરૂઆતમાં કદાચ પૅનિક જોવાઈ શકે છે.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ નરમાઈતરફી છે. ૨૪,૪૦૯ તૂટતાં હવે લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૮૬૦ ગણાય. (મિત્રો, ૨૦૦ અઠવાડિયાંથી ચાલતી લેખની અંદરની આ નાનકડી લેખમાળા આજરોજ સમાપ્ત થાય છે. હજી પણ ઑક્ઝિલેટર જેવા કે MACD, RSI, STOCHASTIC મુખ્ય છે અે બાકી છે જે અત્રે સમજાવવા મુશ્કેલ છે. સહકાર બદલ ‘મિડ-ડે’ પરિવારના મિત્રોનો ખૂબ-ખૂબ આભાર. સાથે-સાથે વાચકમિત્રોનો પણ... ટેક્નિકલ અૅનૅલિસિસ બાબત વાચકમિત્રોને કંઈ પણ જાણકારી જોઈતી હોય તો ‘મિડ-ડે’ દ્વારા મને પુછાવી શકે છે. ટેક્નિકલ અૅનૅસિસિસ દ્વારા જાતે જ સમજણપૂર્વક લે-વેચ કરી શકાય છે.’ (ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની અૅવરેજ ૨૪,૧૭૩.૪3 છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
ADVERTISEMENT
જિયો ફાઇનૅન્સ (૨૫૬.૪૬) ઃ ૨૩૧.૨૧ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૫૮ ઉપર ૨૬૦ કુદાવે તો ૨૬૭, ૨૭૪ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૫૨ નીચે ૨૪૫, ૨૪૦ સપોર્ટ ગણાય.
IFCI (૭૬.૫૪) : ૬૮.૧૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૭.૫૭ ઉપર ૭૮.૭૦, ૮૨, ૮૫ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૭૩ નીચે ૭૦ સપોર્ટ ગણાય.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૭,૪૨૫.૨૦)ઃ ૫૬,૧૫૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૭,૬૧૭ ઉપર ૫૮,૬૯૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૫૬,૧૫૫ તૂટે તો નીચે ૫૫,૬૫૦ સુધીની શક્યતા જોવા મળશે.
નિફ્ટી ફ્યુચર (૨૪,૪૫૨.૬૦): ૨૩,૬૪૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪,૪૯૦ ઉપર ૨૪,૫૬૫, ૨૪,૬૦૪ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૨૪,૪૨૦ નીચે ૨૪,૨૨૨, ૨૪,૦૪૫, ૨૩ ૮૫૦ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
એમ્બેસી ડેવલપમેન્ટ (૬૧.૧૪): ૭૫.૯૭ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૨ ઉપર ૬૪.૫૦ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૫૯.૮૦ નીચે ૫૭.૫૦, ૫૫.૩૬ તૂટશે તો ૫૩.૧૦, ૫૦.૯૦, ૪૮.૫૦ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે. ચાર્ટ પર દેખાતો ગૅપ પૂરવા નીચે આવી શકે છે. પૅનિકમા રોકાણ કરી શકાય.
પંજાબ નૅશનલ બૅન્ક (૧૧૨.૭૧): ૧૦૦.૪૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૧૩ ઉપર ૧૧૮ તેમ જ ૧૨૦થી ૧૨૪ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૧૦ તૂટે તો ૧૦૮ અને ૧૦૬ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
શૅરની સાથે શેર: વળગણ કદીયે કાયમી રહેતું નથી ‘અગન’, ગમતું રહે છે માત્ર એ હાંસલ થવા સુધી. - અગન રાજ્યગુરુ.
