Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Kandivli:રહેણાંક ઇમારતની પાર્કિંગમાંથી કાર 25 ફૂટ નીચે ખાબકી, CCTVમાં વીડિયો કેદ

Kandivli:રહેણાંક ઇમારતની પાર્કિંગમાંથી કાર 25 ફૂટ નીચે ખાબકી, CCTVમાં વીડિયો કેદ

Published : 04 August, 2026 08:29 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મુંબઈના કાંદિવલી પશ્ચિમ વિસ્તારમાં સોમવારે સાંજે એક ચોંકાવનારી ઘટના બની હતી. ચરકોપ વિસ્તારમાં આવેલી એક રહેણાંક ઇમારતના પ્રથમ માળના પાર્કિંગમાંથી એક કાર અચાનક લગભગ 25 ફૂટ નીચે પટકાઈ હતી.

વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીગ્રૅબ

વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીગ્રૅબ


મુંબઈના કાંદિવલી પશ્ચિમ વિસ્તારમાં સોમવારે સાંજે એક ચોંકાવનારી ઘટના બની હતી. ચરકોપ વિસ્તારમાં આવેલી એક રહેણાંક ઇમારતના પ્રથમ માળના પાર્કિંગમાંથી એક કાર અચાનક લગભગ 25 ફૂટ નીચે પટકાઈ હતી. સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બન્યો છે.

વળાંક લેતી વખતે કાર સીધી પાર્કિંગની દિવાલ તોડી નીચે પડી



પ્રાથમિક માહિતી મુજબ, કાર પાર્કિંગ વિસ્તારમાં વળાંક લઈ રહી હતી ત્યારે અચાનક તેનું નિયંત્રણ બગડ્યું. કાર પાર્કિંગની બાજુની સુરક્ષા દિવાલ તોડીને સીધી નીચે જમીનની 25 ફૂટ નીચે પટકાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારને ભારે નુકસાન થયું હતું. ડ્રાઈવરને પણ ગંભીર ઈજાઓ થઈ હતી.


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mid-Day Gujarati (@middaygujarati)


ડ્રાઈવર ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ

કાર નીચે પડતાં ડ્રાઈવરને ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત ડ્રાઈવરને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે, કાર જ્યાં પડી ત્યાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.

અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ

આ અકસ્માત કેવી રીતે બન્યો તે અંગે હજુ સુધી સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. પોલીસ અને સંબંધિત અધિકારીઓએ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજના આધારે અકસ્માત પાછળનું ચોક્કસ કારણ શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ખોપોલીમાં પણ બન્યો હતો આવો જ અકસ્માત

આ દરમિયાન ખોપોલી વિસ્તારમાં પણ આવો જ એક અકસ્માત સામે આવ્યો હતો. અહીં એક કાર લગભગ 50થી 60 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. માહિતી અનુસાર, રસ્તાની બાજુમાં આવેલી રેલિંગ તૂટી જતાં ડ્રાઈવરે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાર અનેક વખત પલટી ખાઈને નીચે ગઈ હતી, પરંતુ એક વૃક્ષ સાથે અટકી જતાં વધુ ઊંડી ખીણમાં પડતાં બચી ગઈ હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આ અકસ્માતમાં કાર ચલાવી રહેલા 59 વર્ષીય મોહિત સ્વરૂપ ભટનાગર, જે મુંબઈના બાંદ્રા પશ્ચિમના રહેવાસી છે, તેઓને કોઈ ગંભીર ઈજા પહોંચી નહોતી.

પોલીસના જણાવ્યા અનુસાર, તેઓ ગર્માલ વિસ્તારમાં ફરવા ગયા હતા અને મુંબઈ-પુણે એક્સપ્રેસવેના `મિસિંગ લિંક` બ્રિજને નજીકથી જોવા માટે કાચા રસ્તા પર કાર લઈ ગયા હતા. વરસાદને કારણે રસ્તો લપસણો હોવાથી કાર પરનો કાબૂ ગુમાવી બેઠા અને વાહન ખીણમાં ખાબક્યું હતું. જોકે, રસ્તામાં આવેલા વૃક્ષે કારને અટકાવી દીધી હોવાથી તેમનો જીવ બચી ગયો. ઉલ્લેખનીય છે કે, વરસાદ કારણે અથવા વાહન પરથી કાબૂ ગુમાવવાને કારણે આવા અનેક અકસ્માત થવાની માહિતી સામે આવતી હોય છે.

Whatsapp-channel Whatsapp-channel

04 August, 2026 08:29 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK