Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > મુહૂર્ત ટ્રેડિંગમાં બજાર વર્ષની ટૉપની હૅટ-ટ્રિક નોંધાવીને નહીંવત્ સુધારા સાથે બંધ રહ્યું

મુહૂર્ત ટ્રેડિંગમાં બજાર વર્ષની ટૉપની હૅટ-ટ્રિક નોંધાવીને નહીંવત્ સુધારા સાથે બંધ રહ્યું

Published : 22 October, 2025 09:36 AM | IST | Mumbai
Anil Patel

બજાર પૉઝિટિવ ઝોનમાં ખૂલ્યા પછી ઉપલા મથાળેથી ૩૮૦ પૉઇન્ટ જેવું ઘટ્યું : માર્કેટકૅપ ૪૭૦ લાખ કરોડની ઉપર વર્ષની નવી ઊંચી સપાટીએ : બજાજ-ટ્‍વિન્સમાં નવી ઑલટાઇમ હાઈ, ભારતી નવા શિખર બાદ નરમ

ગઈ કાલે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જમાં મુહૂર્ત ટ્રેડિંગ માટે જોવા મળેલો ઉત્સાહ (તસવીર : અતુલ કાંબળે)

માર્કેટ મૂડ

ગઈ કાલે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જમાં મુહૂર્ત ટ્રેડિંગ માટે જોવા મળેલો ઉત્સાહ (તસવીર : અતુલ કાંબળે)


કી હાઇલાઇટ્સ

  1. બોનસ અને શૅરવિભાજન માટે બોર્ડ-મીટિંગની નોટિસ લાગતાં ભારત રસાયણમાં ઉછાળો
  2. DCB બૅન્ક પરિણામ પાછળ ઝમકમાં
  3. સિપ્લા વર્ષની ટૉપ સાથે બૅક-ટુ-બૅક નિફ્ટીમાં ટૉપ ગેઇનર

નવી પરંપરા સાથે એક રીતે વર્ષના વચલા દિવસે થયેલું મુહૂર્ત ટ્રેડિંગ પૉઝિટિવ રહ્યું છે. બજાર વર્ષની ટોચની હૅટ-ટ્રિક સાથે સતત પાંચમા દિવસે વધીને મંગળવારે બંધ થયું છે. કલાકના ટૂંકા સત્ર દરમ્યાનના મુહૂર્ત ટ્રેડિંગમાં સેન્સેક્સ આગલા બંધથી ૧૨૧ પૉઇન્ટ પ્લસ, ૮૪,૪૮૫ નજીક ખૂલી છેવટે ૩૩ પૉઇન્ટ વધીને ૮૪,૪૨૬ તથા નિફ્ટી ૨૫ પૉઇન્ટ વધીને ૨૫,૮૬૮ ઉપર બંધ થયો છે. પૉઝિટિવ ઓપનિંગ બાદ શૅરઆંક ઉપરમાં ૮૪,૬૬૫ થયા બાદ બજાર બંધ થવાના ટાંકણે માઇનસ ઝોનમાં સરકીને નીચામાં ૮૪,૨૮૬ દેખાયો હતો. નિફ્ટી ઉપરમાં ૨૫,૯૩૪ વટાવી નીચામાં ૨૫,૮૨૬ની અંદર ગયો હતો. આરસી સ્ટ્રૉન્ગ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે ૨૧૧૩ શૅર વધ્યા હતા અને ૬૪૪ જાતો ઘટી હતી. બજારનું માર્કેટ કૅપ પ્રોવિઝનલ ફિગર પ્રમાણે ૧.૧૫ લાખ કરોડ વધીને ૪૭૦.૮૯ લાખ ડૉલર નજીક વર્ષની નવી ટોચે પહોંચ્યું છે. સેન્સેક્સ-નિફ્ટીના માંડ ૦.૧ ટકાના વધારા સામે ગઈ કાલે સ્મ‍ૉલ કૅપ ૦.૯ ટકા, હેલ્થકૅર, કૅપિટલ ગુડ્સ તથા મેટલ ઇન્ડેક્સ ૦.૪ ટકા, નિફ્ટી મીડિયા અડધો ટકો વધ્યો છે. બૅન્ક નિફ્ટી, PSU બૅન્ક નિફ્ટી તથા રિયલ્ટી બેન્ચમાર્ક નહીંવત્ નરમ હતા.

સારાં પરિણામ પાછળ DCB બૅન્ક ૧૬૩ની નવી ટૉપ બનાવી ૯.૭ ટકાના જમ્પમાં ૧૫૮ બંધ આપીને એ-ગ્રુપ ખાતે બેસ્ટ ગેઇનર બની છે. તાજેતરની ખરાબી બાદ તાતા ઇન્વેસ્ટમેન્ટ ૮.૯ ટકાના ઉછાળે ૮૭૫ વટાવી ગઈ છે. વૉલ્યુમ અઢી ગણું હતું. અર્દા એનર્જી સાડાચાર ટકા મજબૂત થઈ છે. સામે HCG એન્ટરપ્રાઇઝિસ બે ટકાથી વધુ, MTAR ટેક્નૉલૉજી બે ટકા નજીક, જે. કે. પેપર ૧.૭ ટકા, શૉપર્સ સ્ટૉપ અને જે. એમ. ફાઇનૅન્સ દોઢ-દોઢ ટકો ડાઉન હતી. રોકડામાં મફતલાલ ઇન્ડસ્ટ્રીઝ ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૧૭૦ બંધ રહી છે. પરિણામ ૪ નવેમ્બરે છે. હિન્દુસ્તાન અપ્લાયન્સિસ તથા સિલિકૉન રેન્ટલ સૉલ્યુશન્સ પણ ૨૦-૨૦ ટકાની તેજીની સર્કિટમાં હતી. સીએટ ૪૩૪૬ની નવી ઊંચી સપાટીએ જઈ બે ટકાની આગેકૂચમાં ૪૨૮૮ બંધ થયો છે. આગલા દિવસે ૫૦૦૦+ની તેજી દાખવનાર MRF અડધો ટકો કે ૧૦૩૪ રૂપિયા ઘટ્યો છે.



તમામ અગ્રણી એશિયન બજાર સુધારામાં હતાં. ઇન્ડોનેશિયા પોણાબે ટકા, ચાઇના ૧.૩ ટકા, સિંગાપોર સવા ટકો, હૉન્ગકૉન્ગ પોણો ટકો મજબૂત હતું. યુરોપ રનિંગમાં સાધારણ વધ-ઘટે મિશ્ર વલણમાં જોવા મળ્યું છે. પાકિસ્તાની શૅરબજાર ઉપરમાં ૧,૬૮,૪૧૪ બતાવી રનિંગમાં ૧૩૮૦ પૉઇન્ટ વધીને ૧,૬૭,૬૨૩ ચાલતું હતું. બિટકૉઇન અઢી ટકા ખરડાઈ ૧,૦૭,૭૮૩ ડૉલર ક્વોટ થતો હતો. વિશ્વબજારમાં હાજર સોનું બે ટકા ઘટીને ૪૨૬૪ ડૉલર તો કૉમેક્સ ગોલ્ડ પોણાબે ટકા ઘટીને ૪૨૮૪ ડૉલર દેખાતું હતું.


સિપ્લા ૧૬૬૯ની વર્ષની નવી ટૉપ બનાવી દોઢ ટકો વધીને ૧૬૬૩ના બંધમાં બૅક-ટુ-બૅક નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર બની છે. સેન્સેક્સમાં બજાજ ફિનસર્વ ૨૧૮૪ના શિખરે જઈ ૧.૪ ટકા વધી ૨૧૭૦ના બંધમાં મોખરે હતી. અન્યમાં ઍક્સિસ બૅન્ક પોણો ટકો, ઇન્ફી પોણા ટકા નજીક, મહિન્દ્ર તથા તાતા મોટર્સ અડધા ટકાથી વધુ, તાતા સ્ટીલ અડધો ટકો, JSW સ્ટીલ ૦.૬ ટકા પ્લસ હતી. બજાજ ફાઇનૅન્સ ૧૦૯૦ના બેસ્ટ લેવલ બાદ અડધા ટકાની આગેકૂચમાં ૧૦૮૭ નજીક રહી છે. રિલાયન્સ પરચૂરણ નરમાઈમાં ૧૪૬૫ તો જિયો ફાઇનૅન્સ ૦.૪ ટકા ઘટીને ૩૧૨ નીચે બંધ હતી. કોટક મહિન્દ્ર બૅન્ક પોણા ટકાના ઘટાડે બન્ને બજારમાં ટૉપ લૂઝર બની છે. ICICI બૅન્ક જે આગલા દિવસે બન્ને બજારમાં વર્સ્ટ પર્ફોર્મર હતી એ વધુ અડધો ટકો કપાઈ છે. HCL ટેક્નૉલૉજી પણ અડધો ટકો ઘટી છે. ભારતી ઍરટેલ ૨૦૫૮ની નવી ટૉપ દેખાડી ૦.૪ ટકા ઘટીને ૨૦૪૩ હતી. અદાણીના શૅરમાં અદાણી ટોટલ નામ પૂરતી તથા અદાણી એનર્જી સાધારણ નરમ હતી. અદાણી એન્ટરપ્રાઇઝિસ તથા NDTV ફ્લૅટ રહી છે. અન્ય શૅર નહીંવતથી સામાન્ય સુધારે બંધ હતા. ACC પોણો ટકો, અદાણી ગ્રીન અડધા ટકાથી વધુ પ્લસ થઈ છે.

BSE લિમિટેડ ૨૫૧૭ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ સાધારણ ઘટાડે ૨૪૮૭ રહી છે. MCX ઉપરમાં ૯૨૮૪ વટાવી સહેજ ઘટીને ૯૧૬૭ હતી. NSDL સવા ટકો વધીને ૧૧૮૪ થઈ છે. તાતા કૅપિટલ ૧.૪ ટકાની મજબૂતીમાં ૩૩૦ નજીક હતી. LG ઇલેક્ટ્રૉનિક્સ નહીંવત્ વધી ૧૬૭૦ થઈ છે. ભારત રસાયણમાં બોનસ તથા શૅર વિભાજન માટે ૨૪મીએ બોર્ડ-મીટિંગ જાહેર થતાં ભાવ ઉપરમાં ૧૦,૭૯૯ વટાવીને સાડાછ ટકા કે ૬૬૨ની તેજીમાં ૧૦,૭૮૧ બંધ થયો છે. આલ્કોહોલ નિર્માતા રેડિકો ખૈતાન ૩૩૧૪ના શિખરે જઈ ૧.૪ ટકા વધી ૩૩૦૧ તો અલાઇડ બ્લેન્ડર્સ અઢી ગણા વૉલ્યુમે ૬૦૯ની ટૉપ દેખાડી ૩.૭ ટકા ઊંચકાઈ ૬૦૩ થઈ છે. ટ્રાન્સપોર્ટ રિલેટેડ સર્વિસિસ ક્ષેત્રે પ્રવૃત્ત બ્લૅક બક ૭૪૭ની નવી ઊંચી સપાટી નોંધાવી સવાછ ટકાની મજબૂતીમાં ૭૩૩ હતી. શૅરબજાર આજે બુધવારે રજામાં છે.


Whatsapp-channel Whatsapp-channel

22 October, 2025 09:36 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK