ગુજરાત હાઈ કોર્ટમાં સવજી પટેલ નામના ભાઈ પોતાનું જૂનું ઘર પૌત્રના નામે કરી ગયા હતા. આ વાતે સવજીભાઈના દીકરાને કોઈ વાંધો નહોતો, પરંતુ જ્યારે એ જૂના ઘરમાંથી અઢી કરોડનો ખજાનો નીકળ્યો તો પિતા-પુત્ર વચ્ચે સંપત્તિના મામલે વિવાદ થઈ ગયો
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
ગુજરાત હાઈ કોર્ટમાં સવજી પટેલ નામના ભાઈ પોતાનું જૂનું ઘર પૌત્રના નામે કરી ગયા હતા. આ વાતે સવજીભાઈના દીકરાને કોઈ વાંધો નહોતો, પરંતુ જ્યારે એ જૂના ઘરમાંથી અઢી કરોડનો ખજાનો નીકળ્યો તો પિતા-પુત્ર વચ્ચે સંપત્તિના મામલે વિવાદ થઈ ગયો. સવજીભાઈના મૃત્યુ પછી તેમનો દીકરો અને પૌત્ર ઘરની સાફસફાઈ કરવા પહોંચ્યા હતા. એ વખતે પિતાને ઘરમાંથી જૂનાં શૅર-સર્ટિફિકેટ્સ મળી આવ્યાં. આ કંપનીઓના હાલના ભાવ તપાસ્યા તો એની કિંમત અઢી કરોડ રૂપિયા જેટલી થતી હતી. પૌત્રે કહ્યું કે ઘર મારા નામે હતું એટલે આ શૅર્સ પણ મારા જ કહેવાય. જોકે રકમ મોટી હતી એટલે દીકરાએ દાવો કર્યો કે પિતાનો સીધો અને પહેલો વારસો તો મારો જ કહેવાય એટલે ઘર ભલે મારા દીકરાને મળે, શૅર્સ તો મારા જ કહેવાય. આ મામલો છેક હાઈ કોર્ટમાં પહોંચ્યો છે. દાદા સવજીભાઈ જીવતા હતા ત્યારે ઉના ગામમાં હોટેલમાં વેઇટરનું કામ કરતા હતા અને માલિકના બંગલા પાસે જ ગામમાં નાનું ખોરડું બનાવી રાખ્યું હતું. દીકરો કામસર દીવ શિફ્ટ થઈ ગયો અને તેનો દીકરો પણ મોટો થઈ ગયો. ઉનામાં રહેતા દાદા જીવતા હતા ત્યાં સુધી તેમની પાસે આટલી સંપત્તિ હશે એનો કોઈને અંદાજ નહોતો. હવે અઢી કરોડના શૅર્સ માટે બાપ-દીકરો કોર્ટે ચડ્યા છે.


