બાંદરામાં હિલ રોડ પર આવેલા ડૅરી’ઝ હાઉસમાં આંટો મારવા જેવો છે
આ ઘરમાં જ છે કૅફે-કમ-ઑફિસ
લોકો ભાડેથી અથવા લોન લઈને પોતાની કૅફે ખોલવાની ઇચ્છા પૂરી કરતા હોય છે પણ બાંદરામાં રહેતા ડૅરને પોતાની કૅફે શરૂ કરવાની ઇચ્છા પૂરી કરવા પોતાના ઘરને જ કૅફેમાં કન્વર્ટ કરી દીધું છે એટલું જ નહીં, તેણે કૅફેની સાથે કો-વર્કિંગ સ્પેસ પણ ઑફર કરી છે. અને ફૂડની વાત કરીએ તો અહીંનાં બર્ગર અને બ્રાઉની લોકોનાં ફેવરિટ છે.
હિલ રોડ પર આવેલું ડૅરી’ઝ હાઉસ ડૅરનની ફૅમિલીનું ઘર છે પણ એ આજે એક કૅફે તરીકે પ્રખ્યાત છે. આ કૅફેના ઓનર ડૅરનના પિતાએ તેમના ઘરને ઑફિસમાં ફેરવ્યું હતું. સમય જતાં તેમના દીકરાને વિચાર આવ્યો કે કેમ નહીં હું આ ઑફિસને કૅફેમાં બદલી નાખું. એટલે તેણે ડૅરી’ઝ હાઉસને કૅફેમાં કન્વર્ટ કરી દીધું. તેણે જોયું કે અહીં આવતા લોકો ગપ્પાં મારવાની સાથે લૅપટૉપ પર કામ પણ કરતા હોય છે. એટલે ડૅરને વિચાર્યું કે હું અહી તેમને એક પર્સનલ સ્પેસ પ્રોવાઇડ કરું જ્યાં તેઓ બેસીને કામની સાથે કૅફેની વાનગીનો લુત્ફ પણ ઉઠાવી શકે અને આમ ડૅરી’ઝ હાઉસ કૅફે-કમ- ઑફિસની શરૂઆત કરવામાં આવી હતી. આ એક ઘર જ હોવાથી અહીં ઘર જેવો જ માહોલ બનેલો છે. સિટિંગ પણ છૂટુંછવાયું છે એટલે દરેકને પર્સનલ સ્પેસ મળી રહે. એક કૉર્નર પર સોફા છે તો એક કૉર્નર પર પિયાનો મૂકેલો છે તો એક કૉર્નર પાસે બુક્સ છે.
ADVERTISEMENT
આ કૅફે છે એટલે અહીં એવી જ વાનગી મળે છે. બર્ગર, કૉફી, બ્રાઉની, ફ્રેન્ચ ટોસ્ટ, બ્લુ બેરી માચા, ચિટો ફ્રાઇસ વગેરે અહીં મળે છે. બીજું ખાસ એ કે અહીં વેજ અને નૉન-વેજ એમ બે જાતનાં બર્ગર મળે છે અને એક જ કિચનમાં બને છે એટલે એ ધ્યાનમાં રાખીને જ અહીં આવવું.
ક્યાં છે?
ડૅરી’ઝ હાઉસ, નેચર્સ બાસ્કેટની ઉપર, હિલ રોડ, બાંદરા.

