Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > વિવેક વિનાનો વિજય પોતાની ગરિમા ગુમાવી દે છે

વિવેક વિનાનો વિજય પોતાની ગરિમા ગુમાવી દે છે

Published : 04 August, 2026 06:24 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતની યુવા પેઢી પાસે અપરંપાર ક્ષમતા છે, પરંતુ યોગ્ય માર્ગદર્શન, સંસ્કાર અને જવાબદારી વિના આ શક્તિ ભટકી શકે છે. ટેક્નોલોજી સાથે મૂલ્યોનું સંતુલન જ દેશના ભવિષ્ય માટે જરૂરી છે.

વિવેક વિનાનો વિજય પોતાની ગરિમા ગુમાવી દે છે

વિવેક વિનાનો વિજય પોતાની ગરિમા ગુમાવી દે છે


ભારત વિશ્વનો સૌથી યુવાન દેશ છે. આ તક છે, તકદીર છે કે પછી તકલીફ એ તો સમય આવ્યે જ ખબર પડે. દેશની વસ્તીનો અંદાજે ૪૦ ટકાથી વધારે વર્ગ જેન-ઝી કે એના કરતાં પણ ઍડ્વાન્સ્ડ વર્ઝનનો છે. આ પેઢીની કેટલીક ખાસિયતો છે. જન્મતાં જ ઇન્ટરનેટ સાથે ઊછરેલી આ પેઢીએ સીધી સ્માર્ટફોન અને ડિજિટલ દુનિયા જોઈ છે. નવી ટેક્નૉલૉજીને આ લોકો ઝડપથી શીખીને અડૉપ્ટ કરી શકે છે. વિશ્વના ખૂણે-ખૂણે શું બની રહ્યું છે, કેમ બની રહ્યું છે અને કઈ રીતે બની રહ્યું છે એની વિગતોથી તે લોકો પૂરા વાકેફ હોય છે. 
ફાસ્ટ-ફૂડ, ફાસ્ટ મ્યુઝિક અને ફાસ્ટ ટેક્નૉલૉજીના સંગે ફાસ્ટ ગ્રોઇંગ આ જનરેશનને ભારતનું ભવિષ્ય બનાવવું હોય તો તેમને યોગ્ય માર્ગદર્શન મળવું ખૂબ જરૂરી છે. જેટલી મશીનરી તૈયાર થાય કે જે કોઈ પણ વ્હીકલ્સનું ઉત્પાદન થાય એમાં ગતિની જોગવાઈ સામે સંયમની સુવિધા હોય જ! તેજ ગતિની રફતાર ધરાવતી આ પેઢીને જો યોગ્ય દિશાસૂચન, માર્ગદર્શન, કલ્ટિવેશન ન મળે તો આ શક્તિઓ વેડફાઈ જવાની, આડા રસ્તે ફંટાઈ જવાની, વિનાશક કે વિધ્વંસક બનવાની શક્યતા વધી જવાની.
જંતર મંતર ખાતેની પેપર-લીક પ્રોટેસ્ટમાં યુવાશક્તિની પાંખની ફફડાટ સાથે આંખની કમજોરી પણ બધાની નજરમાં આવી. પોતાના અધિકારોની સમજ ધરાવતા વર્ગ પાસે લડવાની સૂઝ અને શક્તિ હતાં પણ જાહેર પ્રદર્શનમાં જાળવવાના વિવેક અને સભ્યતાના લીરેલીરા ઊડી ગયા હતા. આ જીત કપડાં વગરના શરીર પરનો મેકઅપ લાગે.
વડા પ્રધાનનો વિરોધ કરવાનો હક માનનારા આ વર્ગને બેફામ ગાળો બોલતા બધાએ જોયા, સાંભળ્યા. સંસદભવનને તોડી પાડવાની અને ભારતમાં નેપાલ જેવી સ્થિતિ ઊભી કરવાની ધમકીઓ બધાએ સાંભળી. પાર્ટીમાં નાચનારા આવા લોકોમાં ધર્મવિરોધી સૂત્રોચ્ચાર કરતા લોકો ઝડપાયા છે. દેવી-દેવતાઓ વિરોધી બીભત્સ કમેન્ટ્સ પણ ઝિલાઈ. તેમની રીલ્સ, તેમનાં મીમ્સ, તેમના સૂત્રોચ્ચાર, તેમની હરકતો કદાચ તેમનાં માતા-પિતા અને શિક્ષકને પણ શરમજનક સ્થિતિમાં મૂકી દે એ હદે બેફામ હતી. આંદોલનના નામે કેટલાક તો જાણે નાઇટ-આઉટ સમજીને આવી ગયા હોય એવું લાગતું હતું.
આ યુવાશક્તિની આંદોલનને આકાર આપવાની સૂઝ, ટકી રહેવાની દૃઢતા અને તેમને મળેલા પ્રચંડ પ્રતિસાદ વચ્ચે આ વાતો પણ ભુલાશે નહીં. ‘રાઇટ ટુ સ્પીચ’ શું ‘રાઇટ ટુ હર્ટ’, ‘રાઇટ ટુ ફ્લર્ટ’ સુધી વિસ્તરેલો છે? વિરોધ કરવા માટે સડકછાપ ગાળો અને તદ્દન હલકા મેસેજવાળાં પ્લૅકાર્ડ્સ દર્શાવીને પોતાની મર્દાનગી બતાવવી જરૂરી હતી? એક વાર તો એમ જ થાય કે they can’t be educated. They can’t be students. જે વડા પ્રધાનના પદની ગરિમા, સંસદભવન કે વડા પ્રધાનના નિવાસની રક્ષણીયતા સમજી ન શકે તે અભણ જ કહેવાય.
પોતાની માગણીઓનો સ્વીકાર થયા પછીનો આનંદ સમજી શકાય, પણ એમાં પાર્ટીને સ્થાન કઈ રીતે? સમગ્ર આંદોલન દરમ્યાન થયેલી આવી ભૂલો, કરાયેલા ગંદા સૂત્રોચ્ચાર બદલ દિલગીરી વ્યક્ત કરવાનું સૌજન્ય પણ ગાયબ હતું અને વળી અગાઉથી જ ક્રિમિનલ રેકૉર્ડ્સ ધરાવનારા સામે પણ કોઈ ઍક્શન નહીં લેવાની માગણી એબેટમેન્ટ ઑફ ક્રાઇમ નથી શું? સુપ્રીમ કોર્ટના નિર્ણયને પણ અમાન્ય રાખનારા કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)વાળા શું સર્વોચ્ચ અદાલતથી ઉપર છે? ભારતના આ ભવ્ય માનવ-સંસાધનનો રચનાત્મણિક ઉપયોગ કરવા તેમને સંસ્કારિત કરવા જ પડશે.


Whatsapp-channel Whatsapp-channel

04 August, 2026 06:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK