આ ખાસ પ્રસંગે ફિલ્મના મુખ્ય કલાકાર ધનુષ અને દિગ્દર્શક આનંદ એલ. રાયે હાજરી આપી હતી
‘રાંઝણા’ની બારમી વર્ષગાંઠનું સેલિબ્રેશન
૨૦૧૩ની ૨૧ જૂને રિલીઝ થયેલી અને આનંદ એલ. રાયે ડિરેક્ટર કરેલી તથા ધનુષ તથા સોનમને લીડ રોલમાં ચમકાવતી ‘રાંઝણા’ની બારમી વર્ષગાંઠનું સેલિબ્રેશન બુધવારે જુહુમાં આવેલા PVR લીડોમાં કરવામાં આવ્યું હતું. આ ખાસ પ્રસંગે ફિલ્મના મુખ્ય કલાકાર ધનુષ અને દિગ્દર્શક આનંદ એલ. રાયે હાજરી આપી હતી. ફિલ્મના અન્ય કલાકાર મોહમ્મદ ઝીશાન અયુબ, લેખક હિમાંશુ શર્મા અને ગીતકાર ઇર્શાદ કામિલ પણ હાજર હતા. જોકે સોનમ કપૂર, અભય દેઓલ અને સ્વરા ભાસ્કરે આ ઇવેન્ટ મિસ કરી હતી.
‘રાંઝણા’ની બારમી વર્ષગાંઠની ઉજવણીમાં આનંદ એલ. રાયની આગામી ફિલ્મ ‘તેરે ઇશ્ક મેં’માં ધનુષ સાથે કામ કરી રહેલી ક્રિતી સૅનન પણ જોવા મળી હતી. સોનમ ઇવેન્ટમાં હાજર નહોતી રહી શકી છતાં તેણે સોશ્યલ મીડિયા પર ફિલ્મની ટીમને શુભેચ્છા પાઠવીને લખ્યું હતું, ‘રાંઝણા’ હંમેશાં મારા દિલની નજીક રહેશે.

