23 Years of Aankhen: ૧૯૯૯માં ગુજરાતી ફિલ્મ ‘દરિયા છોરુ’થી ડિરેક્શનની શરૂઆત કરનારા વિપુલ અમૃતલાલ શાહે ત્યાર બાદ ૨૦૦૨માં આવેલી ‘આંખેં’ ફિલ્મ ડિરેક્ટ કરીને બૉલિવુડમાં એન્ટ્રી કરી હતી.
`આંખે`ને 23 વર્ષ પૂર્ણ થતાં વિપુલ શાહે કર્યો ખુલાસો
વિપુલ અમૃતલાલ શાહ ભારતીય સિનેમાના એવા ફિલ્મ નિર્માતાઓમાંના એક છે જેમણે હંમેશા કંઈક અલગ અને શક્તિશાળી વાર્તાઓ રજૂ કરી છે. તેમની ફિલ્મો માત્ર મનોરંજન કરવાની સાથે આઠે તે લાંબા સમય સુધી યાદ પણ રહે છે. વિપુલ શાહની આવી જ એક ફિલ્મ `આંખે` હતી, જે 23 વર્ષ પહેલાં રિલીઝ થઈ હતી. અમિતાભ બચ્ચન અને અક્ષય કુમાર જેવા મોટા કલાકારો સાથે, આ ફિલ્મ થ્રિલર-કૉમેડીનું એક ઉત્તમ ઉદાહરણ બની ગઈ હતી. આ ફિલ્મ દર્શકોને ગમવાની સાથે તેની વાર્તા અને ક્લાઇમૅક્સને કારણે દર્શકો તેને આજે પણ જોવાની પસંદ કરે છે. પણ શું તમે જાણો છો કે વિપુલ શાહે આંખે માટે બે અલગ અલગ ક્લાઇમૅક્સ શૂટ કર્યા હતા. તો ચાલી જાણીએ કે શાહે ફિલ્મના બે અલગ કેમ શૂટ કર્યા હતા.
વિપુલ અમૃતલાલ શાહની આંખે ના બે અલગ અલગ અંતિમ સીન શૂટ કરવામાં આવ્યા હતા, એક ભારતીય દર્શકો માટે અને બીજો આંતરરાષ્ટ્રીય દર્શકો માટે. નિર્માતાઓને લાગ્યું કે ભારતીય દર્શકો હંમેશા અંતે ન્યાય ઇચ્છે છે, તેથી ભારતીય સંસ્કરણમાં, અમિતાભ બચ્ચનનું પાત્ર પસ્તાવો કરે છે અને અંતે ધરપકડ થાય છે. આ એન્ડિંગથી દર્શકોને એક સંતોષકારક અંત મળ્યો.
ADVERTISEMENT
પરંતુ વિદેશમાં રિલીઝ થયેલી ‘આંખેં’ની ફાઇનલ કટીંગ થોડી જુદી હતી, જેમાં ફિલ્મના અંતમાં થોડો ઘેરો રાખવામાં આવ્યો હતો. અમિતાભ બચ્ચનનું પાત્ર પોલીસને લાંચ આપીને છટકી જાય છે અને પછી અક્ષય કુમાર અને અર્જુન રામપાલનો પીછો કરે છે. આ વળાંકે ફિલ્મની વાર્તામાં વધુ સસ્પેન્સ ઉમેર્યું. આ બે અલગ અલગ અંત સાથે, આંખે તે સમયની ખરેખર અનોખી ફિલ્મ બની હતી.
‘આંખેં’ની વાર્તા એક ગુસ્સે ભરાયેલા બૅન્ક મેનેજરના જીવની આસપાસ ફરે છે જે ત્રણ અંધ માણસોને બૅન્ક લૂંટવાની તાલીમ આપે છે. આ શક્તિશાળી થ્રિલર ફિલ્મનું દિગ્દર્શન વિપુલ અમૃતલાલ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેને ગૌરાંગ દોશી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, સુષ્મિતા સેન, અર્જુન રામપાલ અને પરેશ રાવલ જેવા દિગ્ગજ કલાકારો મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળ્યા હતા.
આ ઉપરાંત, વિપુલ અમૃતલાલ શાહ તેમની આગામી ફિલ્મ `હિસાબ` લઈને પાછા આવી રહ્યા છે જેનું નિર્માણ સનશાઇન પિક્ચર્સ અને જિયો સ્ટુડિયોની પાર્ટનરશિપથી થઈ રહ્યું છે. આ ફિલ્મનું નિર્માણ અને દિગ્દર્શન વિપુલ શાહ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે આશિષ એ. શાહ સહ-નિર્માતા છે. આ ફિલ્મમાં જયદીપ અહલાવત અને શેફાલી શાહ મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે. ૧૯૯૯માં ગુજરાતી ફિલ્મ ‘દરિયા છોરુ’થી ડિરેક્શનની શરૂઆત કરનારા વિપુલ અમૃતલાલ શાહે ત્યાર બાદ ૨૦૦૨માં આવેલી ‘આંખેં’ ફિલ્મ ડિરેક્ટ કરીને બૉલિવુડમાં એન્ટ્રી કરી હતી.

