આ ફિલ્મ ૧૯૯૫ની ૨૦ ઑક્ટોબરે રિલીઝ થઈ હતી. આ પ્રસંગે કાજોલે તેના સોશ્યલ મીડિયા હૅન્ડલ પર એક પોસ્ટ શૅર કરી છે
આ પોસ્ટર શૅર કરીને કાજોલે ફિલ્મના ઍક્ટર શાહરુખ ખાન અને ડિરેક્ટર આદિત્ય ચોપડાને મેન્શન કરીને કૅપ્શન લખી છે
કાજોલ અને શાહરુખ ખાનની સુપરહિટ ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ (DDLJ)ની રિલીઝને ગઈ કાલે ૩૦ વર્ષ પૂર્ણ થઈ ગયાં છે. આ ફિલ્મ ૧૯૯૫ની ૨૦ ઑક્ટોબરે રિલીઝ થઈ હતી. આ પ્રસંગે કાજોલે તેના સોશ્યલ મીડિયા હૅન્ડલ પર એક પોસ્ટ શૅર કરી છે જેની કૅપ્શનમાં લખ્યું છે, ‘DDLJએ આજે ૩૦ વર્ષ પૂર્ણ કરી લીધાં છે, પરંતુ એ વિશ્વભરમાં અને દરેકના હૃદય અને મનમાં કેટલી ફેલાઈ ગઈ છે એની ગણતરી કરી શકાય એમ નથી. અભૂતપૂર્વ રીતે એને પ્રેમ કરવા બદલ તમામ લોકોનો આભાર.’
આ પોસ્ટમાં કાજોલે સ્વિટ્ઝરલૅન્ડના એક રેલવે-સ્ટેશનના દરવાજા પર લાગેલા બર્ગર શૉપના પ્રચાર માટેના પોસ્ટરની એક તસવીર પણ શૅર કરી છે. આ પોસ્ટર પર લખ્યું છે, ‘શાહરુખે કાજોલના કાનમાં કહ્યું... ચલો બર્ગર શર્જર ખાતે હૈં.’ આ પોસ્ટર શૅર કરીને કાજોલે ફિલ્મના ઍક્ટર શાહરુખ ખાન અને ડિરેક્ટર આદિત્ય ચોપડાને મેન્શન કરીને કૅપ્શન લખી છે, ‘સ્લાઇડમાં જુઓ કે આ ફિલ્મ કેટલી આગળ વધી ગઈ છે.’

