ફિલ્મનું શીર્ષક ઘોડાના નામ પરથી જ છે. ઘોડો સ્ટેજ પર આવ્યો ત્યારે અજય તેને પસવારતો જોવા મળ્યો હતો
‘આઝાદ’નું ટ્રેલર લૉન્ચ ઇવેંટ
અજય દેવગન તેના ભત્રીજા અમન દેવગન અને રવીના ટંડનની દીકરી રાશા થડાનીને ચમકાવતી ફિલ્મ ‘આઝાદ’નું ટ્રેલર લૉન્ચ કરવાની ગઈ કાલે યોજાયેલી ઇવેન્ટ અનોખી હતી. આ ઇવેન્ટમાં એક ઘોડો પણ હતો જે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ ફિલ્મમાં ઘોડાનું પાત્ર કેન્દ્રસ્થાને છે. હકીકતમાં ફિલ્મનું શીર્ષક ઘોડાના નામ પરથી જ છે. ઘોડો સ્ટેજ પર આવ્યો ત્યારે અજય તેને પસવારતો જોવા મળ્યો હતો અને તેણે દીકરા યુગને પણ સ્ટેજ પર બોલાવ્યો હતો.