Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાન ખાનના નામ પરથી ચંડીગઢમાં બનશે રેસિડેન્શિયલ પ્રોજેક્ટ

સલમાન ખાનના નામ પરથી ચંડીગઢમાં બનશે રેસિડેન્શિયલ પ્રોજેક્ટ

Published : 08 October, 2026 03:25 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ પહેલાં શાહરુખ ખાનના નામ પરથી દુબઈમાં ‘શાહરુખ્ઝ ડૅન્યુબ’ નામની કમર્શિયલ પ્રૉપર્ટી લૉન્ચ કરવામાં આવી હતી

સલમાન ખાન

સલમાન ખાન


હાલમાં ચંડીગઢમાં એક નવો રેસિડેન્શિયલ પ્રોજેક્ટ બની રહ્યો છે, જેનું નામ સલમાન ખાનના નામ પરથી રાખવામાં આવે એવી ચર્ચા છે. આ પ્રોજેક્ટ આધુનિક સુવિધાઓથી સજ્જ ટાઉનશિપ જેવો હશે. એનો દેખાવ સૅટેલાઇટ ટાઉન જેવો હોઈ શકે છે.

રિપોર્ટ પ્રમાણે આ ઇમારત માટે ત્રણ નામ રજિસ્ટર કરાવવામાં આવ્યાં છે અને એનું નામ એસ.કે. ટાવર્સ, ધ સલમાન ટાવર્સ અથવા સલમાન ખાન ટાવર્સ રાખવામાં આવી શકે છે. આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી બે રિયલ એસ્ટેટ કંપનીઓમાંથી એક સ્થાનિક બિલ્ડર છે, જ્યારે બીજી વિદેશી કંપની છે.



આ પહેલાં શાહરુખ ખાનના નામ પરથી દુબઈમાં ‘શાહરુખ્ઝ ડૅન્યુબ’ નામની કમર્શિયલ પ્રૉપર્ટી લૉન્ચ કરવામાં આવી હતી. દુબઈના શેખ ઝાયેદ રોડ પર પ્લાન કરવામાં આવેલી પંચાવન માળની આ ઇમારતમાં આશરે ૪,૫૦,૦૦૦ ચોરસ ફીટ પ્રીમિયમ ઑફિસ-સ્પેસ છે અને આખો પ્રોજેક્ટ ૧૦ લાખ ચોરસ ફીટ વિસ્તારમાં ફેલાયેલો હશે.


Whatsapp-channel Whatsapp-channel

08 October, 2026 03:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK