Aadar Jain Wedding: આદર જૈન અને અલેખા અડવાણીની મહેંદી સેરેમનીમાં આદરની `ટાઇમપાસ` ટિપ્પણી પર ફૅન્સે સોશિયલ મીડિયા પર નિંદા કરી. આદરની ટિપ્પણી બાદ તારા સુતરિયાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શૅર કરી, લખ્યું, "આજની સાંજનો સાથી"
આદર જૈન, અલેખા અને તારા સુતારિયા (ફાઇલ તસવીર)
કી હાઇલાઇટ્સ
- આદર જૈનના ‘ટાઈમપાસ’ કમેન્ટ પર ફૅન્સની નિંદા
- તારા સુતરિયાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી વિવાદ થયો વાયરલ
- અલેખા અને તારાની જૂની દોસ્તી હતી
છેલ્લા બે વર્ષ ફક્ત `ટાઈમપાસ` કરવા અંગેની કમેંટ માટે આદર જૈનની સોશિયલ મીડિયા પર ટીકા થઈ રહી છે. અલેખા અડવાણી સાથેના મહેંદી સેરેમનીમાં, તેણે તેની મંગેતર માટે એક સ્પીચ આપી, જેમાં તેણે છેલ્લા 4 વર્ષના `ટાઇમપાસ` વિશે ટિપ્પણી કરી. આ ટિપ્પણીથી ચાહકોએ પ્રતિક્રિયા આપતા આ ટિપ્પણીને ઍક્સ-ગર્લફ્રેન્ડ, તારા સુતરિયા પ્રત્યે અપમાનજનક ગણાવ્યું.
આદર જૈન અને અલેખા અડવાણીએ ગયા મહિને ગોવામાં ક્રિશ્ચિયન રીત-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. હવે તેઓ હિન્દુ પરંપરા મુજબ લગ્ન કરી રહ્યા છે. બુધવારે તેમની મહેંદી સેરેમની દરમિયાન, આદરે ભાવુક સ્પીચ આપી, જેમાં તેણે કહ્યું કે તે હંમેશાં અલેખાને પ્રેમ કરતો હતો. જોકે, તેની સ્પીચમાં તેણે એમ પણ કહ્યું કે તે 20 વર્ષ સુધી ‘ટાઈમપાસ’ કરતો રહ્યો. તેણે કહ્યું, “હું હંમેશાં અલેખાને પ્રેમ કરતો રહ્યો છું, પણ ક્યારેય તેની સાથે રહેવાનો મોકો નથી મળ્યો. તેથી, મને 20 વર્ષનો લાંબો ટાઈમપાસ કરવો પડ્યો. પણ અંતે, આ રાહ યોગ્ય હતી કારણ કે આજે હું આ સુંદર સ્ત્રી સાથે લગ્ન કરી રહ્યો છું.” આથી વધુમાં તેણે ઉમેર્યું, “હું હંમેશા તને જ પ્રેમ કરતો રહ્યો છું. મેં મારા જીવનના ચાર વર્ષ ફક્ત ટાઈમપાસ કર્યા છે. પણ હવે હું તારા સાથે છું, બેબી.”
ADVERTISEMENT
આદરની ટિપ્પણી બાદ તારા સુતરિયાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શૅર કરી, જેમાં તેણે લખ્યું, "My company for the eve.." (આજની સાંજનો સાથી). તારાની આ પોસ્ટથી ફૅન્સ એવો અંદાજો લગાવી રહ્યા છે કે આ પોસ્ટ અભિનેત્રીએ આદર જૈનની ટિપ્પણીનો જવાબ આપવા કર્યું હશે. ઘણા યુઝર્સે તારાને સમર્થન આપતા કમેન્ટ્સ કર્યા, તો કેટલાક લોકોએ આદરની ટીકા કરી.
આદર, તારા અને અલેખાની જૂની દોસ્તી
આદર અને તારા 2023 સુધી એકસાથે હતા. તેઓ ઘણી વખત કપૂર પરિવારના પ્રસંગોમાં સાથે જોવા મળ્યા હતા, જેમ કે ક્રિસમસ પાર્ટીઓ અને અર્માન જૈનના લગ્નન. જોકે, 2023માં તેઓએ બ્રેકઅપ કરી લીધું. ઉલ્લેખનીય છે કે, અલેખા અને તારા એક સમયે સારા મિત્રો હતા. તેઓ એકબીજાને સોશિયલ મીડિયા પર ફોલો કરતા હતા અને અલેખાએ એકવાર આદર-તારાની સાથેની તસવીર શૅર કરી હતી, જેમાં તેણે પોતાને "થર્ડ વ્હીલ" બતાવી હતી. અહેવાલો મુજબ, 2022માં તેઓ ત્રણેય એકસાથે પૅરિસ પણ ફરવા ગયા હતા.
આદર અને અલેખાની લવ સ્ટોરી
આદર અને અલેખાએ 2024માં સગાઈ કરી અને હવે તેઓ લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમની રોકા સેરેમની 2024ના નવેમ્બરમાં થઈ હતી, જેમાં કરીના કપૂર, કરિશ્મા કપૂર, રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને નીતુ કપૂર સહિત ઘણી સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. તેમની રિલેશનશીપ 2023માં જાહેર થઈ, જ્યારે આદરે અલેખાની સાથેની એક તસવીર શૅર કરી અને તેને "Light of my life" કહ્યું. આદર 2017માં ‘કેદી બેન્ડ’ ફિલ્મ દ્વારા બૉલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું અને ‘Hello Charlie’ તેનો છેલ્લો પ્રોજેક્ટ હતો.

