દિગ્દર્શક અનુરાગ કશ્યપે કહ્યું, “હું ઘણા વર્ષોથી ‘નિશાનચી’ની વાર્તા મારી સાથે લઈ જઈ રહ્યો છું. આ મારી સૌથી સિનેમેટિક ફિલ્મ છે જેમાં ઈમોશન, વિશ્વાસઘાત અને ઍક્શન બધું જ છે. ઍમેઝોન એમજીએમ સ્ટુડિયોએ મારા પર સંપૂર્ણ વિશ્વાસ કર્યો.
નિશાનચી’નું ટ્રેલર લૉન્ચ
ઍમેઝોન એમજીએમ સ્ટુડિયોઝ ઇન્ડિયાએ તેની આગામી ફિલ્મ ‘નિશાનચી’નું ટ્રેલર લૉન્ચ કર્યું છે. અનુરાગ કશ્યપ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ એક ટ્રુ દેસી મસાલા એન્ટરટેનમેન્ટ ફિલ્મ છે, જેંએ જોઈ દર્શકોને મોટા પડદા પર સંપૂર્ણ મનોરંજન મળશે. ટ્રેલરમાં એક્શન, ડ્રામા, રોમાંસ, કોમેડી, માતાનો પ્રેમ અને ફિલ્મી મજા બધું જ બતાવવામાં આવ્યું છે. ઐશ્વર્ય ઠાકરે આ ફિલ્મમાં ડેબ્યૂ કરી રહી છે અને તે ડબલ રોલ ભજવી રહી છે. ‘નિશાનચી’ બે જોડિયા ભાઈઓ બબલુ અને ડબલુની વાર્તા છે. બન્ને એકસરખા દેખાય છે પરંતુ તેમની વિચારસરણી અને માન્યતાઓ સંપૂર્ણપણે અલગ છે. આ ફિલ્મનું નિર્માણ અજય રાય અને રંજન સિંહ દ્વારા જાર પિક્ચર્સના બૅનર હેઠળ, ફ્લિપ ફિલ્મ્સ સાથે મળીને કરવામાં આવ્યું છે. પટકથા પ્રસૂન મિશ્રા, રંજન ચંદેલ અને અનુરાગ કશ્યપ દ્વારા લખવામાં આવી છે. આ ફિલ્મમાં વેદિકા પિન્ટો, મોનિકા પવાર, મોહમ્મદ ઝીશાન અય્યુબ અને કુમુદ મિશ્રા જેવા કલાકારો પણ છે.
આ ટ્રેલર દર્શકોને 2000 ના દાયકાની શરૂઆતમાં ઉત્તર પ્રદેશના એક નાના શહેરની ગલીઓમાં લઈ જાય છે. અહીં બબલુ, ડબલુ અને રંગીલી રિંકુના જીવનમાં અચાનક અથડામણ થાય છે. ઍમેઝોન એમજીએમ સ્ટુડિયો અને પ્રાઇમ વીડિયો ઇન્ડિયા ઓરિજિનલ્સના વડા નિખિલ મધોકે કહ્યું, "અમે ‘નિશાનચી’નું ટ્રેલર લૉન્ચ કરીને ખૂબ જ ખુશ છીએ. અનુરાગ કશ્યપ સાથે કામ કરવું અમારા માટે સન્માનની વાત છે. ઐશ્વર્ય અને વેદિકા સહિત તમામ કલાકારોએ ખૂબ જ સારું કામ કર્યું છે. અમે થિયેટર અનુભવમાં વિશ્વાસ રાખીએ છીએ અને આવનારા સમયમાં દર્શકો માટે આવી અનોખી ફિલ્મો લાવતા રહીશું."
ADVERTISEMENT
દિગ્દર્શક અનુરાગ કશ્યપે કહ્યું, “હું ઘણા વર્ષોથી ‘નિશાનચી’ની વાર્તા મારી સાથે લઈ જઈ રહ્યો છું. આ મારી સૌથી સિનેમેટિક ફિલ્મ છે જેમાં ઈમોશન, વિશ્વાસઘાત અને ઍક્શન બધું જ છે. ઍમેઝોન એમજીએમ સ્ટુડિયોએ મારા પર સંપૂર્ણ વિશ્વાસ કર્યો. ઐશ્વર્ય, વેદિકા, મોનિકા, ઝીશાન, કુમુદ - દરેકે પોતાના પાત્રોને જીવ્યા છે. ટીમે દરેક ફ્રેમમાં જુસ્સો દર્શાવ્યો છે અને સંગીતે ફિલ્મને વધુ ખાસ બનાવી છે.” ફિલ્મમાં ડેબ્યૂ કરી રહેલી ઐશ્વર્ય ઠાકરેએ કહ્યું, “‘નિશાનચી’ મારા દિલની ખૂબ નજીક છે. આ મારી પહેલી ફિલ્મ છે અને મને તેમાં ડબલ રોલ કરવાની તક મળી છે. બન્ને પાત્રો એકબીજાથી સંપૂર્ણપણે અલગ છે, જે મારા માટે પડકારજનક હતું. મને ફિલ્મના સંગીતમાં યોગદાન આપવાની તક પણ મળી. મને અનુરાગ સર પાસેથી ઘણું શીખવા મળ્યું અને હું 19 સપ્ટેમ્બરે દર્શકોને તે જોવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું.”
અભિનેત્રી વેદિકા પિન્ટોએ કહ્યું, “‘નિશાનચી’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને આ ક્ષણ મારા માટે ખૂબ જ ખાસ છે. અનુરાગ સરના નિર્દેશનમાં કામ કરવાનું મારું સ્વપ્ન હતું. મારું પાત્ર રંગીલી રિંકુ પહેલી નજરે નિર્દોષ લાગે છે પણ અંદરથી ખૂબ જ બહાદુર અને જુસ્સાથી ભરેલું છે. ઐશ્વર્ય સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ સારો રહ્યો. આ ફિલ્મ નાટક, ભાવના અને ઉર્જા સાથે સંપૂર્ણ દેશી મનોરંજક ફિલ્મ છે. હું 19 સપ્ટેમ્બરના રોજ દર્શકોને મોટા પડદા પર જોવાની રાહ જોઈ રહી છું.”
અનુરાગ સાથે તેની પહેલી મુલાકાતનો એક મજેદાર કિસ્સો શૅર કરતાં વેદિકાએ ખુલાસો કર્યો, “એકે સર સાથેની મારી વાર્તા પણ લિગ્ગીને કારણે બની હતી કારણ કે તેમણે મારો મ્યુઝિક વીડિયો જોયો હતો અને જ્યારે હું તમને પહેલી વાર મળી ત્યારે તમણે કહ્યું હતું કે ‘મેં તારો વીડિયો જોયો છે, તારે ઍક્ટિંગ કરવી જોઈએ!’” આ સાંભળીને અનુરાગ કશ્યપે હસીને ઉમેર્યું, “રિંકુ માટે, હું ખરેખર કાનપુરની માધુરી દીક્ષિત ઇચ્છતો હતો!”

