Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વધુ એક ક્રિકેટર EDના સકંજામાં, ગેરકાયદેસર સટ્ટાબાજી એપ કેસમાં પૂછપરછ માટે મોકલ્યું તેડું

વધુ એક ક્રિકેટર EDના સકંજામાં, ગેરકાયદેસર સટ્ટાબાજી એપ કેસમાં પૂછપરછ માટે મોકલ્યું તેડું

Published : 04 September, 2025 12:58 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Illegal Betting App Case: ગેરકાયદેસર સટ્ટાબાજી એપ કેસમાં ક્રિકેટર શિખર ધવનને ઈડીએ સમન્સ પાઠવ્યા છે; પ્રમોશનલ પ્રવૃત્તિઓમાં ક્રિકેટરને પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવા માટે હાજર થવાનું કહેવામાં આવ્યું છે

શિખર ધવનની ફાઇલ તસવીર

શિખર ધવનની ફાઇલ તસવીર


ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)નો વધુ એક ખેલાડી સટ્ટાબાજી એપ કેસ (Illegal online betting)માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate)ના સકંજામાં છે અને તેને સમન્સ પાઠવ્યા છે. આ વખતે ઈડી (ED)ની રડારમાં ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપુર્વ ખેલાડી શિખર ધવન (Shikhar Dhawan)ને સમન્સ પાઠવવામાં આવ્યા છે.


એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓપનર શિખર ધવનને સમન્સ જારી કરીને આજે ૪ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ પૂછપરછ માટે નવી દિલ્હી (New Delhi) સ્થિત ઇડીની ઓફિસમાં બોલાવ્યો છે. સુરેશ રૈના (Suresh Raina) પછી, ધવનનું નામ સટ્ટાબાજી એપ્લિકેશન 1xBet માં સામે આવ્યું છે. આ સમાચાર લખાઈ રહ્યાં છે ત્યારે સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, શિખર ધવન ED ઓફિસ પહોંચી ગયો છે.



૩૯ વર્ષીય ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવનનું નામ કેટલીક જાહેરાતો દ્વારા આ એપ સાથે જોડાયેલું હોવાનું કહેવાય છે. પૂછપરછ દરમિયાન, ED એ સમજવા માંગે છે કે આ એપ સાથે તેની ભૂમિકા કે સંબંધ શું રહ્યો છે. ED તપાસ કરી રહી છે કે શું શિખર ધવને આ સટ્ટાબાજી એપના પ્રમોશનમાં તેની છબીનો ઉપયોગ કર્યો હતો અને તેના બદલામાં કોઈ ચુકવણી લીધી હતી. આ પૂછપરછ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (Prevention of Money Laundering Act - PMLA) હેઠળ હાથ ધરવામાં આવી રહી છે અને ધવનનું નિવેદન પણ તે જ કાયદા હેઠળ નોંધવામાં આવશે. ED આ ગેરકાયદેસર નેટવર્કમાં તેની કોઈ નાણાકીય કે બિન-નાણાકીય ભાગીદારી શોધવાનો પ્રયાસ કરી રહી છે. આ તપાસ કથિત રીતે ગેરકાયદેસર સટ્ટાબાજી એપ 1xBet સાથે જોડાયેલી છે.


શિખર ધવન સામે અત્યાર સુધી કોઈ નક્કર આરોપની પુષ્ટિ થઈ નથી, પરંતુ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની પૂછપરછથી સ્પષ્ટ છે કે એજન્સી આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માંગે છે. આવનારા સમયમાં આ કેસ સાથે જોડાયેલા વધુ મોટા નામો સામે આવે તેવી શક્યતા છે.

નોંધનીય છે કે, અગાઉ પણ EDએ ઘણા મોટા નામોને પૂછપરછ માટે બોલાવ્યા હતા. તાજેતરમાં જ આ કેસમાં દિલ્હીમાં ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાની પણ પૂછપરછ કરવામાં આવી હતી. આ ઉપરાંત, કેટલીક અન્ય કંપનીઓ અને ડિજિટલ પ્લેટફોર્મ પણ તપાસના દાયરામાં આવ્યા છે.


ED હાલમાં ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લિકેશન્સ સંબંધિત ઘણા કેસોની તપાસ કરી રહી છે. એજન્સીનું માનવું છે કે આવી સટ્ટાબાજી એપ્લિકેશન્સ માત્ર ગેરકાયદેસર જ નથી, પરંતુ તેમના દ્વારા મોટા પાયે મની લોન્ડરિંગ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. આ એપ્લિકેશન્સ પર લાખો લોકો અને રોકાણકારોને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાનો અથવા મોટી રકમનો કરચોરી કરવાનો આરોપ છે. ED એ આ મામલે કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે, ખાસ કરીને તે જાહેરાતો પર જેમાં ફિલ્મ સ્ટાર્સ અને ક્રિકેટર્સ સામેલ છે. આ એપિસોડમાં, ક્રિકેટર્સ અને ફિલ્મ હસ્તીઓની ભૂમિકા અંગે હવે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

04 September, 2025 12:58 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK