Nagpur Blast: બુધવારે મધ્યરાત્રિએ આ બનાવ બન્યો હતો. જેમાં એક કારીગરનું મોત થયું છે. આ સાથે જ અન્ય સત્તર જેટલા કર્મચારીઓને ગંભીર ઈજાઓ થઇ છે.
પ્રતીકાત્મક તસવીર
નાગપુરમાંથી હચમચાવી નાખે તેવા સમાચાર (Nagpur Blast) મળી રહ્યા છે. અહીં એક સોલાર એક્સપ્લોઝિવ કંપનીમાં મોટો બ્લાસ્ટ થયો છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર બુધવારે મધ્યરાત્રિએ આ બનાવ બન્યો હતો. જેમાં એક કારીગરનું મોત થયું છે. આ સાથે જ અન્ય સત્તર જેટલા કર્મચારીઓને ગંભીર ઈજાઓ થઇ છે.
લેટેસ્ટ રિપોર્ટ અનુસાર અત્યારે તો તમામ ઈજાગ્રસ્તોને (Nagpur Blast) નાગપુરની વિવિધ ખાનગી હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે અને ત્યાં તેઓની સારવાર ચાલી રહી છે. ચાર ઘાયલોની હાલત અતિશય ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ગઈકાલે મોડી રાત્રે આ ભયાવહ વિસ્ફોટ થયો હતો. નાગપુરના બઝારગાંવ વિસ્તારમાં સોલર એક્સપ્લોઝિવ કંપનીમાં આ મોટો વિસ્ફોટ થયો હતો.
આ ઘટના બની ત્યારે કંપનીના સીબી વન પ્લાન્ટમાંથી મોટા પ્રમાણમાં ધુમાડો બહાર નીકળતો જોવા મળ્યો હતો. એટલે તે સમએ કામ કરતા કર્મચારીઓને કશુક અજુગતું થઇ રહ્યું છે એવી ગંધ આવી ગઈ અને તેઓ તરત જ બહારની તરફ દોડવા લાગ્યા હતા. બીજા બધા કર્મચારીઓ બહાર નીકળવામાં સફળ રહ્યા હતા પરંતુ પ્લાન્ટમાં કામ કરી રહેલ મયૂર ગણવીર નામનો કર્મચારી બહાર આવે એ પહેલાં જ મોટો બ્લાસ્ટ થયો અને તેનું મોત થયું. આ વિસ્ફોટ એટલો ભ્યાવહ હતો કે બિલ્ડીંગના ટુકડા મીટર સુધી છેક આઘે જઈને પડ્યા હતા. આ સમગ્ર બનાવમાં ઘણા કારીગરો ઘાયલ થયા છે.
ADVERTISEMENT
અકસ્માત (Nagpur Blast)ની જાણ થતાં પોલીસ અને ફાયરબ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. પ્રાપ્ત અહેવાલો અનુસાર પહેલીવાર જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે બધા ડરી ગયા હતા અને ફરી પાછો બીજો વિસ્ફોટ થશે એવું લાગી રહ્યું હતું, માટે સાવચેતી તરીકે આ થોડી રાહ જોવામાં આવી અને ત્યારબાદ ઈજાગ્રસ્તોને બચાવવા માટેનું કૂલિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અનેક લોકો બિલ્ડીંગના કાટમાળ નીચે ફસાઈ ગયા હતા. તે સૌને બહાર કાઢવામાં આવ્યા હતા. હાલ, તમામ ઈજાગ્રસ્તોને નાગપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ત્યાં તેઓની સારવાર ચાલી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અત્યારે બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જોકે, હજી સુધી તો દુર્ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક માહિતી અનુસાર વિસ્ફોટનું કારણ ટેકનિકલ ખામી હોવાનું માનવામાં (Nagpur Blast) આવી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે સોલર એક્સપ્લોઝિવ્સ કંપની દેશના સૌથી મોટા ઔદ્યોગિક વિસ્ફોટકો ઉત્પાદકોમાંની એક છે. સ્થાનિકો જણાવે છે કે આ પહેલાં પણ આ જ કંપનીમાં આવા કરુણ અકસ્માતો થઇ ચુક્યા છે. આના પરથી ફરી એકવાર કંપનીમાં સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઊઠી રહ્યા છે.

