‘Yeh Rishta Kya Kehlata Hai’ actor Ashish Kapoor arrested: ટીવી એક્ટર આશિષ કપૂર પર મહિલાએ બળાત્કારનો આરોપ લગાવ્યો; પુણેથી અભિનેતાની ધરપકડ
એક્ટર આશિષ કપૂર
તાજેતરમાં ટેલિવિઝન (Television News) ઇન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. ૪૦ વર્ષીય ટીવી એક્ટર આશિષ કપૂર (Ashish Kapoor) વિરુદ્ધ એક મહિલાએ બળાત્કારનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી છે. દિલ્હી પોલીસ (Delhi Police)એ પુણે (Pune)માંથી એક્ટરની ધરપકડ કરી છે. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે, ઓગસ્ટના બીજા અઠવાડિયામાં દિલ્હી (Delhi)માં એક ઘરે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આશિષે વોશરૂમમાં તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.
‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ (Yeh Rishta Kya Kehlata Hai) સહિત ઘણા ટીવી શોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર આશિષ કપૂર સામે બળાત્કારનો કેસ (Actor Ashish Kapoor arrested in Pune on rape allegations) નોંધવામાં આવ્યો છે અને દિલ્હી પોલીસે પુણેથી તેની ધરપકડ કરી છે. આ કેસ રાષ્ટ્રીય રાજધાનીના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન (Civil Lines Police Station)માં નોંધવામાં આવ્યો છે.
ADVERTISEMENT
મહિલાએ આશિષ કપૂર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, અભિનેતાએ ઓગસ્ટના બીજા અઠવાડિયામાં દિલ્હીમાં તેના મિત્રના ઘરે એક હાઉસ પાર્ટીનું આયોજન કર્યું હતું અને આ દરમિયાન તે છોકરીને બાથરૂમમાં લઈ ગયો અને તેના પર બળાત્કાર ગુજાર્યો. મહિલાએ ૧૧ ઓગસ્ટના રોજ દિલ્હીમાં અભિનેતા વિરુદ્ધ FIR નોંધાવી હતી, ત્યારબાદ પોલીસે તેની શોધ શરૂ કરી હતી.
અહેવાલો અનુસાર, ઘણા સમયથી આશિષની વિવિધ સ્થળોએથી ગતિવિધિઓ પર નજર રાખી રહેલી પોલીસે આખરે તેને પુણેથી ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાએ શરૂઆતમાં તેની ફરિયાદમાં કેટલાક અન્ય લોકોના નામનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ બાદમાં તેણે તેમાં કેટલાક ફેરફાર કર્યા હતા. આરોપ છે કે, મહિલાએ અગાઉ તેની ફરિયાદમાં આશિષ ઉપરાંત બે અન્ય લોકો પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો, પરંતુ બાદમાં તેણે તે નિવેદનમાં ફક્ત આશિષનું નામ જ રાખ્યું હતું.
મહિલાએ પોતાની ફરિયાદમાં એમ પણ જણાવ્યું છે કે, બળાત્કાર દરમિયાન સમગ્ર ઘટનાનો વીડિયો બનાવવામાં આવ્યો હતો. જોકે, તપાસ દરમિયાન પોલીસને હજી સુધી કોઈ વીડિયો મળ્યો નથી. મહિલા અને આશિષ ઇન્સ્ટાગ્રામ (Instagram) દ્વારા એકબીજા સાથે જોડાયેલા હતા અને અભિનેતાએ તેને આ પાર્ટીમાં આમંત્રણ આપ્યું હતું. અગાઉ આશિષ, તેના મિત્ર અને તેના મિત્રની પત્ની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં અભિનેતાના મિત્ર અને તેની પત્ની બંનેને આગોતરા જામીન મળી ગયા.
અહેવાલોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, સીસીટીવી ફૂટેજ અને ત્યાં હાજર લોકો પરથી જાણવા મળ્યું છે કે આશિષ અને મહિલા બંને બાથરૂમમાં ગયા હતા. તેના મિત્રો અને અન્ય મહેમાનોએ બાથરૂમનો દરવાજો ખખડાવ્યો પણ તે બહાર આવ્યો નહીં. હાલમાં, પુણે પોલીસ કેસની દરેક રીતે તપાસ કરી રહી છે. તેઓ કેસને દરેક ખૂણાથી જોવા અને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, આશિષ કપૂર એક જાણીતો ટીવી સ્ટાર છે. તેણે ફિલ્મોની દુનિયામાં પણ ઘણું કામ કર્યું છે. આમાં `કુર્બાન`, `ટેબલ નંબર 21`, `ઇન્કાર` જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. આશિષ લાંબા સમયથી પડદાથી દૂર છે. ટીવી પર આશિષ કપૂર `દેખા એક ખ્વાબ`, ‘લવ મેરેજ યા અરેન્જ મેરેજે’, ‘ચાંદ છુપા બાદલ મૈં’, મો’લક્કી રિશ્તો કી અગ્નિપરીક્ષા’ વગેરે સીરિયલમાં જોવા મળ્યો હતો.

