Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > OTT પર આવી રહી છે સિતારે ઝમીન પર

OTT પર આવી રહી છે સિતારે ઝમીન પર

Published : 11 March, 2026 10:22 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોની લિવે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર ફિલ્મનું ટ્રેલર શૅર કરીને જણાવ્યું

`સિતારે ઝમીન પર`નું પોસ્ટર

`સિતારે ઝમીન પર`નું પોસ્ટર


૨૦૨૫ની ૨૦ જૂને થિયેટરમાં રિલીઝ થયેલી આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ આખરે OTT પ્લૅટફૉર્મ પર આવવા જઈ રહી છે. આ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મમાં આમિર ખાન અને જેનેલિયા ડિસોઝા લીડ રોલમાં છે. સામાન્ય રીતે મોટી ફિલ્મો રિલીઝ થયા પછી લગભગ ૪૦ દિવસ કે મહત્તમ દોઢ મહિનામાં જ OTT પર આવી જાય છે, પરંતુ આ ફિલ્મ માટે દર્શકોને લાંબો સમય રાહ જોવી પડી. ફિલ્મના નિર્માતા આમિરે એને OTT પર રિલીઝ કરવાને બદલે પોતાની યુટ્યુબ ચૅનલ પર રજૂ કરવાનો વ્યૂહ અપનાવ્યો હતો જ્યાં દર્શકો ૧૦૦ રૂપિયા ચૂકવીને ફિલ્મ જોઈ શકતા હતા. હવે લગભગ ૯ મહિનાની રાહ બાદ આ ફિલ્મ આખરે સોની લિવ પર સ્ટ્રીમ થવાની છે. સોની લિવે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર ફિલ્મનું ટ્રેલર શૅર કરીને કૅપ્શન લખી, ‘એક ટિંગુ બાસ્કેટબૉલ કોચ, ૧૦ તોફાની સ્ટાર્સ અને તેમની સફર. ‘સિતારે ઝમીન પર’ જલદી જ સોની લિવ પર સ્ટ્રીમ થશે.’


Whatsapp-channel Whatsapp-channel

11 March, 2026 10:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK