Aavan Jaavan Song: આ સોન્ગના શબ્દો અમિતાભ ભટ્ટાચાર્યએ લખ્યા છે. સોન્ગ `આવન જાવન` એક એવું સોન્ગ છે કે જેને આજના યુગના સૌથી નવા રોમેન્ટિક ગીતની લીસ્ટમાં આગળ મૂકી શકાય
સોન્ગ `આવન જાવન`નું પોસ્ટર
`વૉર 2` ફિલ્મની ખુબ જ આતુરતાથી રાહ જોવાઈ રહે છે. એકબાજુ જ્યાં યશરાજ ફિલ્મ્સની ફિલ્મ `વૉર 2` માટે લોકો પ્રતીક્ષા કરી રહ્યાં છે ત્યાં હવે ફિલ્મનું પહેલું સોન્ગ `આવન જાવન` (Aavan Jaavan Song) આજે રિલીઝ થયું છે. આ એક શાનદાર અને રોમેન્ટિક સોન્ગ આજે લોન્ચ થયું છે. આ સોન્ગમાં હૃતિક રોશન અને કિયારા અડવાણીને ખુબ જ શાનદાર રીતે દર્શાવવામાં આવ્યા છે, કદાચ આની પહેલા તેમને આટલી સુંદર રીતે નથી બતાવાયા. ફિલ્મના નિર્દેશક અયાન મુખર્જી આ સોન્ગ માટે `બ્રહ્માસ્ત્ર`ના બ્લોકબસ્ટર ગીત `કેસરિયા`ની ટીમને ફરી એકવાર સાથે લઈને આવ્યા છે. આ સોન્ગને અરિજીત સિંહનો કંઠ મળ્યો છે. આ સોન્ગના શબ્દો અમિતાભ ભટ્ટાચાર્યએ લખ્યા છે. સોન્ગ `આવન જાવન` એક એવું સોન્ગ છે કે જેને આજના યુગના સૌથી નવા રોમેન્ટિક ગીતની લીસ્ટમાં આગળ મૂકી શકાય. યુવાન અને બહુમુખી પ્રતિભા ધરાવતી ગાયિકા નિકિતા ગાંધીએ આ ગીતમાં ફીમેલ સિંગરની (Aavan Jaavan Song) જગ્યા શોભાવી છે.
હાલમાં ઈન્ટરનેટ પર `આવન જાવન` (Aavan Jaavan Song) છવાયેલું છે. આનું સૌથી મોટું કારણ હૃતિક અને કિયારાની જોરદાર કેમિસ્ટ્રી અને બંનેની સહજ લાગણી છે. જે દર્શકોના હૃદયને સ્પર્શી રહી છે. યશરાજ ફિલ્મ્સે ગઈકાલે સોન્ગના વિમોચનની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે આ સોન્ગ કિયારા અડવાણી અને તેના જન્મદિવસના વિશેષ પ્રસંગે તેના વિશાળ ચાહકોને ભેટ આપશે. હવે જ્યારે આ સોન્ગ રીલીઝ થઇ ગયું છે ત્યારે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી કે `આવન જાવન` આવતાની સાથે જ સુપરહિટ થઈ ચૂક્યું છે.
ADVERTISEMENT
`વૉર 2`નું નિર્દેશન અયાન મુખર્જીએ કર્યું છે. અને તેનું પ્રોડક્શન આદિત્ય ચોપરાએ કર્યું છે. આ ફિલ્મ 14 ઓગસ્ટે હિન્દી, તેલુગુ અને તમિલ ભાષાઓમાં વિશ્વભરમાં રિલીઝ થશે. શ્રીધર રાઘવન દ્વારા લખાયેલી આ ફિલ્મમાં હૃતિક રોશન, જુનિયર એનટીઆર અને કિયારા અડવાણી લીડ રોલમાં જોવા મળવાના છે. અભિનેતા અનિલ કપૂર અને આશુતોષ રાણા પણ વિશેષ ભૂમિકામાં જોવા મળશે, જેમાં આશુતોષ રાણા 2019ની ફિલ્મમાંથી તેની ભૂમિકાને પુનરાવર્તિત કરશે, જેમાં અભિનેતા ટાઇગર શ્રોફ અને વાણી કપૂર પણ મુખ્ય ભૂમિકામાં હતા.
તો, હવે આ ફિલ્મ 14 ઓગસ્ટ, 2025 ના રોજ રિલીઝ થવા માટે બધી રીતે તૈયાર છે. ‘વૉર 2’ એ સ્વતંત્રતા દિવસના સપ્તાહના અંતે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. આ ફિલ્મ ૨૦૧૯માં આવેલી `વોર’ની પ્રચંડ સફળતાને આગળ વધાવશે. આ ફિલ્મ કે જેમાં હૃતિક રોશન અને ટાઇગર શ્રોફે અભિનય કર્યો હતો અને તે વર્ષની સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મોમાંની એક બની હતી. સોન્ગ ‘આવન જાવન’ની (Aavan Jaavan Song) રજૂઆત માત્ર વૉર 2 માટે મ્યુઝીકલ ટીઝ જ નથી પરંતુ તે પણ યાદ અપાવશે કે રોમાંસ અને શબ્દોના લયનું એકત્વ શું હોય છે!

