Prajwal Revanna Convicted in Rape Case: કોર્ટે પૂર્વ એચડી દેવગૌડાના પૌત્ર અને હાસન સીટના પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને બળાત્કાર કેસમાં દોષિત ઠેરવ્યા છે. તેમને શનિવારે સજા સંભળાવવામાં આવશે. રેવન્ના પર તેમના ફાર્મહાઉસમાં કામ કરતી એક નોકરાણીએ
પ્રજ્વલ રેવન્ના ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)
કોર્ટે પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર અને હાસન સીટના પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને બળાત્કાર કેસમાં દોષિત ઠેરવ્યા છે. તેમને શનિવારે સજા સંભળાવવામાં આવશે. રેવન્ના પર તેમના ફાર્મહાઉસમાં કામ કરતી એક નોકરાણીએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. કોર્ટે આ આરોપોને સાચા ગણાવ્યા છે.
રેવન્ના ચાર કેસોમાં મુખ્ય આરોપી છે
આ કેસ બેંગલુરુની એક ખાસ કોર્ટમાં ચાલી રહ્યો હતો. જે કેસમાં તેમને દોષિત ઠેરવવામાં આવ્યા છે તે તેમની સામે હોલેનારસીપુરા ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો પહેલો કેસ હતો. રેવન્ના આવા ચાર કેસોમાં મુખ્ય આરોપી છે. બાકીના કેસોમાં કાર્યવાહી હજી પણ ચાલી રહી છે.
26 સાક્ષીઓના નિવેદનો નોંધીને વિગતવાર ચાર્જશીટ દાખલ કરી
શુક્રવારે ચાર કેસમાંથી એકમાં સુનાવણી પૂર્ણ કર્યા પછી, ખાસ જન પ્રતિનિધિ કોર્ટે 30 જુલાઈ માટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. રેવન્ના આ કેસમાં ન્યાયિક કસ્ટડીમાં છે, જેની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા કરવામાં આવી હતી અને બાદમાં CID ને સોંપવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર શોભાએ તપાસનું નેતૃત્વ કર્યું હતું અને 26 સાક્ષીઓના નિવેદનો નોંધીને વિગતવાર ચાર્જશીટ દાખલ કરી હતી.
રેવન્નાને જામીન મળી શક્યા નથી
ટ્રાયલ દરમિયાન, કોર્ટે રેવન્ના અને તમામ 26 સાક્ષીઓની પૂછપરછ કરી. ફરિયાદ પક્ષ અને બચાવ પક્ષ બંનેએ ચાર્જશીટની સામગ્રીના આધારે પોતાની દલીલો રજૂ કરી. ખાસ સરકારી વકીલે દલીલ કરી કે પુરાવાઓ આરોપીના દોષને સ્પષ્ટપણે સાબિત કરે છે, જ્યારે રેવન્નાની કાનૂની ટીમે જામીનની વિનંતી કરતી વખતે ફરિયાદ પક્ષના દાવાઓને સ્વીકાર્ય નહોતા. જો કે, રેવન્નાને જામીન મળી શક્યા નથી. તેમની અરજીઓ સ્થાનિક કોર્ટ, કર્ણાટક હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.
૨૦૦૦ પોર્નોગ્રાફિક વીડિયો વાયરલ થયા
પ્રજ્વલ રેવન્નાના લગભગ ૨૦૦૦ પોર્નોગ્રાફિક વીડિયો પણ સામે આવ્યા હતા. તેના પર પહેલા મહિલાઓ સાથે સેક્સ કરવાનો અને પછી તેનો વીડિયો બનાવીને તેમને બ્લેકમેલ કરવાનો આરોપ છે. તેની સામે પહેલી ફરિયાદ એપ્રિલ ૨૦૨૪માં દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદ તેના ફાર્મહાઉસમાં કામ કરતી એક મહિલા દ્વારા દાખલ કરવામાં આવી હતી. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે રેવન્નાએ ૨૦૨૧ થી ઘણી વખત તેના પર બળાત્કાર કર્યો છે. મહિલાએ કહ્યું હતું કે રેવન્નાએ તેનો વીડિયો બનાવ્યો હતો. તેણે વીડિયો લીક કરવાની ધમકી આપીને ઘણી વખત તેના પર બળાત્કાર કર્યો હતો.
ADVERTISEMENT
પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ બેંગલુરુ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં બે કેસ નોંધાયા છે. પ્રજ્વલના પિતા અને હોલેનારાસીપુરાના ધારાસભ્ય એચડી રેવન્ના વિરુદ્ધ કેઆર નગર પોલીસ સ્ટેશનમાં પણ કેસ નોંધાયો છે. આ કેસની તપાસ પણ એસઆઈટી દ્વારા કરવામાં આવી રહી છે.

