Actress Taapsee Pannu: તાજેતરમાં એક પ્રમોશનલ ઈવેન્ટ માટે આ અભિનેત્રી દિલ્હીમાં રોકાઈ હતી. અહીં તેના પિતાએ પોતાનો ઉત્સાહ બતાવ્યો હતો
તાપસી પન્નુ
કી હાઇલાઇટ્સ
- તાપસીનાં પિતા બપોરના ભોજન વખતે બધા માટે છોલે ભટુરે લઈને આવ્યા હતા
- આ એક પરંપરા રહી છે, પહેલી વખતનું નથી
- ફિર આયી હસીન દિલરૂબા કે જે 2021ની ફિલ્મ ‘હસીન દિલરૂબા’ની સિક્વલ છે
તાપસી પન્નુ (Actress Taapsee Pannu) બોક્સ ઓફિસની ક્વિન છે. તાપસી પન્નુનાં ચાહકો માટે ખૂબ જ સારા સમાચાર છે કે તે આ મહિને ડબલ રિલીઝ માટેની તૈયારીઓ કરી રહી છે. તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ફિર આયી હસીન દિલરૂબા’ તો લોકોને ખૂબ જ પસંદ પડી છે. હવે આ જ બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ફિર આયી હસીન દિલરૂબા’ની સિક્વલ રિલિઝને લઈને મહત્વનાં સમાચાર સામે આવ્યાં છે. આ ફિલ્મની સિક્વલ 9 ઓગસ્ટે આજે રિલીઝ થવાની છે. જ્યારે તેની અન્ય ડ્રામા-કોમેડી ‘ખેલ ખેલ મે’ 15 ઓગસ્ટના રોજ સ્ક્રીન પર આવવા જઈ રહી છે. અમ આ બંને એક જ મહિનામાં સ્ક્રીન પર આવતા હોવાથી આ ઓગસ્ટ મહિનો તાપસી પન્નુ (Actress Taapsee Pannu) માટે તો ખાસ મહિનો બનવા જઈ રહ્યો છે એમ કહેશું તો એમાં કોઈ અતિશયોક્તિ નથી.
તાપસીનાં પિતા બધા માટે લઈ આવ્યાં છોલે ભટુરે
ADVERTISEMENT
ફિલ્મ `ફિર આયી હસીન દિલરૂબા`નું પ્રમોશન કરવામાં અત્યારે તાપસી વ્યસ્ત છે. આ વચ્ચે તમને જણાવી દઈએ કે તાજેતરમાં એક પ્રમોશનલ ઈવેન્ટ માટે આ અભિનેત્રી દિલ્હીમાં રોકાઈ હતી. અહીં તાપસીનાં પિતાએ પોતાનો ઉત્સાહ બતાવ્યો હતો. એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે તાપસીનાં પિતા બપોરના ભોજન વખતે બધા માટે છોલે ભટુરે લઈને આવ્યા હતા.
આ કઈ પહેલીવારનું નથી, દરવખતે આવું કરવામાં આવે છે
તમને જણાવી દઈએ કે આ મુદ્દે એક સૂત્રએ જણાવ્યું હતું કે તાપસી (Actress Taapsee Pannu)ના પિતા `ફિર આયી હસીન દિલરૂબા`ના પ્રમોશન દરમિયાન દરેક માટે છોલે ભટુરે લાવ્યા હતા. આ સાથે જ સ્ત્રોતે એ પણ જાહેર કર્યું કે આ એક પરંપરા રહી છે. અને આ જ પરંપરાને તાપસીએ દિલ્હીમાં તેના તમામ પ્રમોશન દરમિયાન અનુસરતી હોય છે.
આ સૂત્રએ વધુમાં ઉમેર્યું હતું કે, જ્યારે જ્યારે તે તેની કોઈ ફિલ્મના પ્રમોશન માટે દિલ્હી જાય છે, ત્યારે તે તેના પિતાને તેના ઘરની નજીકની જગ્યાએથી તેને છોલે ભટુરે લઈ આવવાનું કહેતી હોય છે. અને આ ટે દરવખતે કરે છે.”
તમને આ સાથે જણાવી દઈએ કે તાપસી ફૂડી છે. તેને ખાવાનું ખૂબ જ પસંદ છે. આ જ કારણોસર કામના વ્યસ્ત શેડ્યૂલ હોવા છતાં તે જ્યારે પણ તક મળે તો તે તકને ઝડપી લેતી હોય છે. તક મળતા જ તે તેની મનપસંદ વાનગીઓનો આનંદ લેવાનું ચૂકતી નથી. ઓલિમ્પિક્સ 2024 માટે પેરિસની તેણીની તાજેતરની સફર દરમિયાન સુદ્ધાં તાપસી પન્નુ સુંદર સાડીઓમાં ફરતી જોવા મળી હતી અને ક્રોસન્ટ્સ અને અન્ય સ્થાનિક ખાદ્ય વસ્તુઓનો આનંદ માણતી જોવા મળી હતી.
તાપસી (Actress Taapsee Pannu)ની "ફિર આયી હસીન દિલરૂબા" કે જે 2021ની ફિલ્મ ‘હસીન દિલરૂબા’ની સિક્વલ છે, તે કેટલીક OTT ફિલ્મોમાંની એક છે જેને સિક્વલ મળી રહી છે. આ ઑગસ્ટમાં ‘ફિર આયી હસીન દિલરૂબા’ અને ‘ખેલ ખેલ મેં’ની રિલીઝ સાથે તે તાપસી આનંદમાં જણાઇ રહી છે.