Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ધુરંધર : ધ રિવેન્જએ રિલીઝ પહેલાં જ કરી લીધી લગભગ અઢીસો કરોડ રૂપિયાની કમાણી

ધુરંધર : ધ રિવેન્જએ રિલીઝ પહેલાં જ કરી લીધી લગભગ અઢીસો કરોડ રૂપિયાની કમાણી

Published : 09 February, 2026 12:56 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જિયો હૉટસ્ટારે ફિલ્મના ડિજિટલ સ્ટ્રીમિંગ રાઇટ્સ ૧૫૦ કરોડ રૂપિયામાં ખરીદ્યા છે

‘ધુરંધર : ધ રિવેન્જ’ ૧૯ માર્ચે રિલીઝ થવાની છે

‘ધુરંધર : ધ રિવેન્જ’ ૧૯ માર્ચે રિલીઝ થવાની છે


રણવીર સિંહ અને દિગ્દર્શક આદિત્ય ધરની ગયા વર્ષે આવેલી સ્પાય થ્રિલર ફિલ્મ ‘ધુરંધર’ની સીક્વલ ‘ધુરંધર : ધ રિવેન્જ’ ૧૯ માર્ચે રિલીઝ થવાની છે. આ ફિલ્મને રિલીઝ થવામાં હજી થોડો સમય છે, પણ એણે રિલીઝ પહેલાં જ બસો કરોડથી વધુની કમાણી કરીને સૌને ચોંકાવી દીધા છે. રિપોર્ટ પ્રમાણે ‘ધુરંધર : ધ રિવેન્જ’એ રિલીઝ પહેલાં નૉન-થિયેટરિકલ રાઇટ્સથી જ ૨૪૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે જ આ ડીલ છેલ્લાં કેટલાંક વર્ષોમાં હિન્દી સિનેમાની સૌથી મોટી ડીલ્સમાંની એક બની ગઈ છે.

આ ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ જણાવ્યું છે કે જિયો હૉટસ્ટારે ફિલ્મના ડિજિટલ સ્ટ્રીમિંગ રાઇટ્સ ૧૫૦ કરોડ રૂપિયામાં ખરીદ્યા છે અને તમામ ભાષાઓના સૅટેલાઇટ રાઇટ્સ સ્ટાર નેટવર્કને ૫૦ કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યા છે. આ સાથે ટી-સિરીઝે મ્યુઝિક રાઇટ્સ ૪૫ કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. આ રીતે કુલ નૉન-થિયેટરિકલ વૅલ્યુએશન ૨૪૫ કરોડ રૂપિયાની નવી ઊંચાઈએ પહોંચી ગયું છે.



આ પહેલાં ‘ધુરંધર’ને ૧૪૦ કરોડ રૂપિયાની નૉન-થિયેટરિકલ ડીલ મળી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

09 February, 2026 12:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK