ઐશ્વર્યા રાય મુંબઈ ઍરપોર્ટ પર નવા લુકમાં જોવા મળી હતી. બ્લૅક ટૉપ, બ્લુ જીન્સ અને કૅમલ બ્રાઉન ટ્રેન્ચ કોટ સાથે તેણે બ્રાઉન બૂટ્સ અને બ્લૅક સનગ્લાસિસ પહેર્યાં હતાં. જોકે તેના નવા રેડ હેર કલરે ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું.
ઐશ્વર્યા રાય
ભાગ્યે જ જાહેરમાં જોવા મળતી ઐશ્વર્યા રાય હાલમાં મુંબઈ ઍરપોર્ટ પર સ્પૉટ કરવામાં આવી હતી. આ સમયે ઐશ્વર્યાના નવા હેર લુકે પણ ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું. ઍરપોર્ટ પર ઐશ્વર્યા રાય સ્ટાઇલિશ અને એલિગન્ટ લુકમાં જોવા મળી હતી. તેણે બ્લૅક ટૉપ અને બ્લુ જીન્સ સાથે કૅમલ બ્રાઉન ટ્રેન્ચ કોટ પહેર્યો હતો. તેણે બ્રાઉન બૂટ્સ અને બ્લૅક સનગ્લાસિસ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. જોકે ઍશના આ લુકમાં તેના નવા રેડ હેર કલરે સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. ઐશ્વર્યાએ વાળ ખુલ્લા રાખ્યા હતા, જેનાથી તેનો લુક વધુ આકર્ષક અને સ્ટાઇલિશ લાગી રહ્યો હતો.
